મોડાસામાં સોલર વીજપ્લાન્ટે ખેડૂતોને મુશ્કેલીમાં મુક્યા, ગ્રામજનોએ કર્યો ઉગ્ર વિરોધ
અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડોક્ટરકંપા ગામના ખેડૂતોએ ૪૦૦ વીઘામાં રહેલા સોલર વીજપ્લાન્ટનો ઉગ્ર વિરોધ કર્યો

અરવલ્લી જિલ્લાના મોડાસામાં ડોક્ટરકંપા ગામના ખેડૂતોએ ૪૦૦ વીઘામાં રહેલા સોલર વીજપ્લાન્ટનો ઉગ્ર વિરોધ કર્યો છે. જેમાં એગ્રીમેન્ટ ન કરેલા ખેડૂતોની જમીન પણ સોલર વીજપ્લાન્ટ દ્વારા કબજે લેવાતા ખેડૂતોએ તેનો આક્રમક વિરોધ કર્યો હતો. ખાનગી કંપનીએ સોલરપ્લાન્ટ લગાવ્યા બાદ ગામ લોકોને મુશ્કેલીમાં મૂક્યા છે.
આ પણ વાંચો : ધોરાજી કોંગ્રેસ પ્રમુખે શહેરના વિકાસ કામમાં થતા ભ્રષ્ટાચાર બાબતે સરકાર પર કર્યા આકરા પ્રહાર
100 જેટલા ગ્રામજનોએ ખાનગી કંપનીના સોલરપ્લાંટ આગળ વિરોધ કર્યો હતો. ગ્રામજનોના વિરોધ પ્રદર્શન દરમિયાન બેનરો સાથે કંપની આગળ ન્યાયની માગણીના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. સોલર વીજપ્લાન્ટ કંપનીએ ખેડૂતો પાસે કરેલા કરારમાં સામેલ નથી એવા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. ૭૦ વીઘાથી વધુ ખેતરની જમીન તથા સ્મશાન જવાનો રસ્તો કંપની દ્વારા બંધ કરી દેવામાં આવ્યો છે. ખેતરમાં જવાના રસ્તામાં ટાવર તેમજ તારની આડશોથી રસ્તો બંધ કરી દેવાયો છે.




