Halvad-Morbi હાઇવે પર SOGનો દરોડો, MD ડ્રગ્સના જથ્થા સાથે એક આરોપી ઝડપાયો
મોરબીની સ્પેશિયલ ઓપરેશન ટીમ દ્વારા હળવદ-મોરબી હાઈવે પરથી મેફેડ્રોન ડ્રગ્સ ના જથ્થા સાથે એક ઈસમને

મોરબીની સ્પેશિયલ ઓપરેશન ટીમ દ્વારા હળવદ-મોરબી હાઈવે પરથી મેફેડ્રોન ડ્રગ્સ ના જથ્થા સાથે એક ઈસમને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી દ્વારકાધીશ હોટેલમાં ડ્રગ્સનું વેચાણ કરતો હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડી તેને ઝડપ્યો હતો.
મોરબી SOG ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે હળવદ-મોરબી હાઈવે પર આવેલી દ્વારકાધીશ હોટેલમાં રયાભાઈ ઉર્ફે રાયમલ બાંભવા નામનો શખ્સ મેફેડ્રોન પાવડરનું વેચાણ કરી રહ્યો છે. આ બાતમીના આધારે SOG ટીમે તુરંત જ કાર્યવાહી હાથ ધરી હતી અને રયાભાઈ ઉર્ફે રાયમલ બાંભવાને ઝડપી પાડ્યો હતો.
પોલીસને આરોપી પાસેથી 9.48 ગ્રામ મેફેડ્રોન પાવડર મળી આવ્યો હતો, જેની બજાર કિંમત અંદાજે રૂ. 28,440 છે. ઉપરાંત પોલીસે તેની પાસેથી રોકડ રકમ અને એક મોબાઈલ ફોન પણ જપ્ત કર્યો હતો. આમ કુલ રૂપિયા 37,340/- નો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે. ત્યારે આ મામલે હળવદ પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.






