મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: મેફેડ્રોનના જથ્થા સાથે SOGએ બે આરોપીઓને દબોચ્યા, બન્ને શખ્સો વિરુદ્ધ અગાઉ પણ નોંધાયા છે ગુના

રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપ

રાજકોટ: મેફેડ્રોનના જથ્થા સાથે SOGએ બે આરોપીઓને દબોચ્યા, બન્ને શખ્સો વિરુદ્ધ અગાઉ પણ નોંધાયા છે ગુના

રાજ્યમાં ડ્રગ્સ મેળવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે. રાજકોટ શહેરમાંથી ફરી એક વખત મેફેડ્રોન ડ્રગ્સ ઝડપાયું છે. પોલીસે ડ્રગ્સના જથ્થા સાથે 2 આરોપીઓ ઝડપી લીધા છે. રાજકોટ અમદાવાદ હાઇવે પર આવેલ બામણબોર નાં નવાગામ નજીક SOGની ટીમે ધરપકડ કરી છે.

આરોપીઓ પાસેથી 18.34 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સહિતનો મુદ્દામાલ ઝડપાયો

મળતા અહેવાલ પ્રમાણે આ બન્ને શખ્સો ઘણા સમયથી ડ્રગ્સની હેરાફેરી કરતાં હતા. આરોપીઓ પાસેથી 18.34 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ, કાર, મોબાઈલ સહિતનો કુલ 3.43 લાખનો મુદ્દામાલ ઝડપ્યો છે. ડ્રગ્સ સાથે ઝડપાયેલા આરોપીઓની ઓળખ  જીતુદાન જેસાણી  અને રાજવીરસિંહ ડોડીયા તરીકે થઈ છે.

બન્ને આરોપીઓ વિરુદ્ધ અગાઉ કુલ 9 ગુના નોંધાયેલા 

જીતુદાન જેસાણી  વિરુદ્ધ 6 ગુના અને રાજવીરસિંહ ડોડીયા વિરુદ્ધ બે ગુના નોંધાયેલા છે. આરોપીઓ ક્યાંથી, કેટલા સમયથી ડ્રગ્સ લાવતા હતા અને ડ્રગ્સ તેઓ કોને સપ્લાય કરતા હતા તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે. છેલ્લા ઘણા સમયથી રાજ્યના અલગ અલગ શહેરોમાંથી પ્રતિબંધિત ડ્રગ્સ,ચરસ, ગાંજાના જથ્થા સાથે સંખ્યાબંધ આરોપીઓ ઝડપાયા કરે છે. 

આ સમાચાર શેર કરો