આંખના પલકારામાં ચોરી, સુરતમાં બાઈક ઉઠાવી બે કલાકમાં સ્નેચરે 8 મોબાઈલ તફડાવ્યા
સુરતમાં જાદુગરને શરમાવે તેવી ત્વરાથી તસ્કરે ચોરીની ઘટનાઓને એક પછી એક અંજામ આપ્યો હતો. તસ્કરે સૌ

સુરતમાં જાદુગરને શરમાવે તેવી ત્વરાથી તસ્કરે ચોરીની ઘટનાઓને એક પછી એક અંજામ આપ્યો હતો. તસ્કરે સૌ પ્રથમ બાઈક ચોરી કરી હતી. ત્યારબાદ એ જ બાઈક પર એક પછી એક એમ આઠ મોબાઈલનું સ્નેચીંગ કર્યુ હતું. સ્નેચીંગનો આતંક સર્જીને હવામાં ઓગળી ગયેલા સ્નેચર કમ તસ્કરને ઝડપી લેવામાં આવ્યો છે.
સ્નેચર કમ ચોર ઝડપાયો
શહેરના ચોક, કતારગામ, મહિધરપુરા વિસ્તારમાં આતંક મોબાઈલ સ્નેચિંગ કરનાર ઝડપાયો છે. એક વાગ્યે બાઈક ચોરી કરી હતી. ત્યારબાદના બે કલાકમાં આઠ કિમીમાં ૮ મોબાઈલની ચોરી કરી હતી. 30 મી તારીખે આઠ વ્યક્તિઓના મોબાઈલ સ્નેચિંગ કરી આતંક સજર્યો હતો. જેથી ચોરી કમ સ્નેચિંગની ઘટનાને અંજામ આપનારને સુમિત ઉર્ફે ગોલુ મદનમોહન સહાની ધરપકડ કરવામાં આવી હતી.
83 હજારના ફોન કબ્જે લેવાયા
પોલીસે તસ્કર કમ સ્નેચર પાસેથી ૮૩ હજારની કિંમતનાં આઠ મોબાઈલ ફોન ઝડપી લીધા હતા. બાઇક તેની પાસેથી મળી હતી. તે પણ તેણે એક કલાક પહેલાં જ ચોકબજારના પંડોળ વિસ્તારમાંથી ચોરી કર્યાની કબૂલાત કરી હતી. સુમિતની પાસેથી પોલીસે ચોરીના મનાતા મોબાઈલ ફોન ઝડપી લીધા હતા. પોલીસેને આશંકા છે કે, આરોપીએ અગાઉ પણ ચોરીની ઘટનાઓને અંજામ આપ્યો હોય શકે છે.








