મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતની સ્મીમેર ફરી વિવાદમાં સપડાઈ, દર્દીને ચડતી બોટલ સાથે મોકલાયો યુરીનના સેમ્પલ દેવા

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોમાંથી બહાર આવવાનું નામ

સુરતની સ્મીમેર ફરી વિવાદમાં સપડાઈ, દર્દીને ચડતી બોટલ સાથે મોકલાયો યુરીનના સેમ્પલ દેવા

સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલ વિવાદોમાંથી બહાર આવવાનું નામ લેતી નથી. થાઈ ગર્લથી લઈને રેગિંગ સહિતના બનાવોની શાહી હજુ સુકાઈ નથી ત્યાં તોએક દર્દીને ચડતી બોટલ સાથે યુરીનના સેમ્પલ દેવા માટે મોકલવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર બનાવ હોસ્પિટલ કમિટીના સભ્યના ધ્યાનમાં આવ્યો છે. જેથી જવાબદારો સામે પગલાં લેવાની માગ કરવામાં આવી છે.

દર્દીની સ્થિતિ દયનિય થઈ

હોસ્પિટલ સમિતિના સભ્ય અને આમ આદમી પાર્ટીના કોર્પોરેટર રચના હિરપરાએ કહ્યું કે, સ્મીમેર હોસ્પિટલમાં બ્લડની જરૂર હોવાથી હું અને કોર્પોરેટર મહેશ અણઘણ સ્મીમેર હોસ્પિટલ ખાતે બ્લડ ડોનેટ કરવા માટે ગયા હતા. ત્યારે એક કરુણ દ્રશ્ય અમને જોવા મળ્યું હતું. એક પેશન્ટ હાથમાં બોટલ ચડતી હોવા છતાં આ બોટલ પોતાની હાથમાં લઈને યુરીનનું સેમ્પલ આપવા માટે જઈ રહ્યો હતો.આવી પરિસ્થિતિમાં આ પેશન્ટને કંઈ થઈ જાય તો કોણ જવાબદાર રહેશે. આ મામલે આરએમઓ ઓફિસમાં જઈને જાણ કરવામાં આવી હતી.

એકબીજાને ખો અપાઈ

આરએમઓને પૂછવામાં આવ્યું કે, આ પેશન્ટ આ હાલતમાં કેવી રીતે બહાર ફરી શકે?, આ પેશન્ટને કેટલો મજબૂર કરવામાં આવ્યો છે કે તે પોતાના સેમ્પલ પોતે આપવા જઈ રહ્યું છે. આરએમઓ દ્વારા કહેવાયું કે, આ તમામ જવાબદારી સિક્યુરિટીની હોય છે. જેથી સિક્યુરિટીની ઓફિસમાં સિક્યુરિટીના હેડને મળવા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે અમારી જવાબદારી એ હોય છે કે કોઈ પેશન્ટ હોસ્પિટલની બહાર ન જાય. આમ એકમેક પર જવાબદારી ઓઢાડવા પ્રયાસ કરાયો હતો. જો કે, દર્દી ભાજપ શાસકોની નબળી આવડતના કારણે મુશ્કેલીમાં મૂકાતા હોવાના આક્ષેપ આપ દ્વારા વધુમાં કરાયા હતાં.

આ સમાચાર શેર કરો