મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

છોટાઉદેપુરના વિકાસ કામો મુશ્કેલીમાં, 32 કરોડ ન ચૂકવાતા ગતિ થઈ ગઈ ધીમી

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ઓ ડબલ્યુ ટ્રાઈબલ વિભાગના સદરમાં વિકાસના કામોની મંજૂરી સરકારે આપી હતી. નસવાડી પંચાયત માર

છોટાઉદેપુરના વિકાસ કામો મુશ્કેલીમાં, 32 કરોડ ન ચૂકવાતા ગતિ થઈ ગઈ ધીમી

છોટાઉદેપુર જિલ્લાના આદિવાસી વિસ્તારમાં ઓ ડબલ્યુ ટ્રાઈબલ વિભાગના સદરમાં વિકાસના કામોની મંજૂરી સરકારે આપી હતી. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી સંખેડા પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી પાવી જેતપુર પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી  છોટાઉદેપુર પંચાયત માર્ગ મકાન વિભાગની પેટા કચેરી દ્વારા 6 તાલુકામાં વિકાસના કામો કરાવવામાં આવ્યા હતા.

કામની ગતિ ધીમી થઈ

આ વિકાસના કામોની ગ્રાન્ટ રાજ્ય સરકાર દ્વારા છોટાઉદેપુર જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગને ગ્રાન્ટ ન ફાળવતાં હાલ 32 કરોડના બિલો કોન્ટ્રાક્ટરોના બનીને છોટાઉદેપુરની કચેરીમાં પડી રહ્યા છે. ત્યારે આગામી દિવસોમાં શિવરાત્રી અને હોળીનો પર્વ આવી રહ્યો છે. ત્યારે કોન્ટ્રાક્ટરોને નાણાની અત્યંત જરૂરિયાત રહે છે. મજૂરો હોળીના પર્વમાં એક માસ સુધી વતન જતા હોય છે. ત્યારે સરકારે વહેલી તકે ગ્રાન્ટ ફાળવવી જોઈએ. જેનાથી કોન્ટ્રાક્ટરોની મુશ્કેલીમાં રાહત થાય હાલ તો ગ્રાન્ટ ન આવતા અમુક કોન્ટ્રાક્ટરોએ વિકાસના કામોની ગતિ ધીમી કરી દીધી છે. 

આ સમાચાર શેર કરો