મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં વર્ષો જૂના જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી, ફસાયેલા બે વ્યક્તિને ભારે જહેમત બાદ બચાવાયા

સુરતમાં એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ જર્જરિત મકાનો ધરાશાયી થવાનું બંધ થતા નથી. ત્યારે આ પ્રકારના મકા

સુરતમાં વર્ષો જૂના જર્જરિત મકાનનો સ્લેબ ધરાશાયી, ફસાયેલા બે વ્યક્તિને ભારે જહેમત બાદ બચાવાયા

સુરતમાં એક તરફ ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ જર્જરિત મકાનો ધરાશાયી થવાનું બંધ થતા નથી. ત્યારે આ પ્રકારના મકાનોથી લોકોમાં ભારે ભયનો માહોલ સર્જાયો છે. વધુ એક મકાનનો સ્લેબ ધરાશાયી થતા આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ ફેલાઈ ગયો હતો.

જૂના મકાનનો લેબ તૂટયો

સુરતના સલાબતપુરા ખાતે આવેલા વર્ષો જૂના મકાનનો સ્લેબ તૂટી પડ્યો હતો. પીપળી શેરીમાં મકાનનો સ્લેબ તૂટી પડતા ભારે અફડા તફડી સર્જાઇ હતી. આ મકાનમાં બે વ્યક્તિ ફસાઈ ગયા હતા. જેને બચાવવા ફાયર બ્રિગેડ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

કાટમાળ હટાવવાની કામગીરી

ફાયર બ્રિગેડના અધિકારીએ કહ્યું કે, સલાબતપુરા વિસ્તારની પીપળી શેરીમાં મકાન પડ્યાની જાણ થતા જ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અહીં રાહત અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. ઉપરના માળે ફસાયેલા બે લોકોને બહાર કાઢીને હાલ કાટમાળ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ મકાનને નોટિસ આપવામાં આવી હતી કે, કેમ તે અંગે તપાસ હાથ ધરીને પગલાં લેવામાં આવશે.

આ સમાચાર શેર કરો