મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતના ઘોડદોડ રોડ પરની અભિનંદન માર્કેટના રીનોવેશનમાં સ્લેબ ધરાશાયી થતાં ફફડાટ, બાજુની બિલ્ડીંગ ખાલી કરાવાઈ

સુરતમાં જર્જરિત ઈમારતોને મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા અવારનવાર નોટિસો ફટકારવામાં

સુરતના ઘોડદોડ રોડ પરની અભિનંદન માર્કેટના રીનોવેશનમાં સ્લેબ ધરાશાયી થતાં ફફડાટ, બાજુની બિલ્ડીંગ ખાલી કરાવાઈ

સુરતમાં જર્જરિત ઈમારતોને મહાનગરપાલિકાના ફાયરબ્રિગેડ દ્વારા અવારનવાર નોટિસો ફટકારવામાં આવતી હોય છે. જો કે, ઘોડદોડ રોડ પર આવેલા અભિનંદન એસી માર્કેટ કમ એપાર્ટમેન્ટનું હાલ રીનોવેશન ચાલી રહ્યું છે. ત્યારે આ કામગીરી દરમિયાન છઠ્ઠા માળનો સ્લેબ ધરાશાયી થયો હતો. જેથી આસપાસના વિસ્તારમાં ડરનો માહોલ પેદા થયો હતો.  

આસપાસમાં ભૂકંપ જેવી ધ્રુજારી અનુભવાઈ

ઘોડદોડ રોડ પર આવેલા અગ્રવાલ ભવનની બાજુમાં આવેલા અભિનંદન એસી માર્કેટ કમ એપાર્ટમેન્ટના રીનોવેશનની કામગીરી દરમિયાન છઠ્ઠા માળનો મસ મોટો સ્લેબ ધરાશાયી થયો હતો. આ મસમોટા પોપડાના પડવાથી આસપાસમાં ભૂકંપ જેવી ધ્રુજારી આવી ગઈ હતી. આ અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેથી ફાયર બ્રિગેડનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો.

માર્કેટને સંપૂર્ણપણે બંધ કરાવાઈ

ફાયરબ્રિગેડના ઓફિસરે કહ્યું કે, AC માર્કેટના રીનોવેશન કામગીરીમાં સ્લેબનો પોપડો ધરાશાયી થયો હતો. આ પોપડાને હટાવવા માટે ક્રેઈર્નની મદદ લેવામાં આવી હતી. ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. નીચે માર્કેટ પણ તાત્કાલિક બંધ કરાવી હતી. સાથે જ સલામતીના ભાગ રૂપે બાજુની બિલ્ડીંગ પણ ખાલી કરાવી દેવામાં આવી હતી. મોડી રાતની સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ નથી.

આ સમાચાર શેર કરો