મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

બીલીમોરામાં ગટરમાં પડેલી 6 વર્ષની બાળકીનો 22 કલાક પછી મૃતદેહ મળ્યો, તંત્રની બેદરકારીને કારણે ગુમાવ્યો જીવ

નવસારીના બીલીમોરામાં ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી ગયા બાદ 22 કલાક પછી મૃતદેહ મળ્યો છે. 22 કલાક બાદ ફ

બીલીમોરામાં ગટરમાં પડેલી 6 વર્ષની બાળકીનો 22 કલાક પછી મૃતદેહ મળ્યો, તંત્રની બેદરકારીને કારણે ગુમાવ્યો જીવ

નવસારીના બીલીમોરામાં ખુલ્લી ગટરમાં 6 વર્ષની બાળકી પડી ગયા બાદ 22 કલાક પછી મૃતદેહ મળ્યો છે. 22 કલાક બાદ ફાયર વિભાગની તપાસ બાદ અંબિકા નદીમાંથી બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો. તંત્રની બેદરકારીને કારણે માસુમ દીકરીએ જીવ ગુમાવ્યો હતો.

બીલીમોરામાં બાળકી પાણીમાં ગરકાવ

ચોમાસા દરમિયાન ખુલ્લી ગટરો મોતને ખુલ્લુ આમંત્રણ આપે છે. નવસારીના બીલીમોરામાં વખારિયા બંદર વિસ્તારમાં પાલિકાની બેદરકારીને કારણે ખુલ્લી ગટરમાં એક બાળકી ખાબકી હતી. શુક્રવાર બપોરે 2 વાગ્યા આસપાસ રમતા રમતા શાહીન શેખ નામની 6 વર્ષની બાળકી ભારે વરસાદમાં ખુલ્લી ગટરમાં પડી ગઇ હતી. ગટરમાં પાણીનો પ્રવાહ વધુ હોવાને કારણે બાળકી તણાવા લાગી હતી.

બાળકી મોડે સુધી ઘરે ના પહોંચતા પરિવારજનો તેને શોધવા નીકળ્યા હતા. સાંજે વિસ્તારના સીસીટીવીની તપાસ કરતા બાળકી ખુલ્લી ગટરમાં ડુબતી હોવાનું જાણવા મળ્યું હતું. બનાવની જાણ બીલીમોરા ફાયર વિભાગ તેમજ તંત્રની ટીમ બાળકીને શોધવા કામે લાગી હતી. વખારિયા બંદર નજીક અંબિકા નદી હોવાથી બાળકી ગટરમાં તણાઇને નદીમાં પહોંચી ગઇ હોવાની સ્થિતિ જણાતા બીલીમોરા ફાયરની ટીમ દ્વારા ફાયર બોટ લઇને બાળકીને શોધવાના પ્રયાસ હાથ ધર્યા હતા.

આ સમાચાર શેર કરો