મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: ટાઈગર શ્રોફ પર હુમલો કરનાર શૂટર્સ સુરત રેલવે સ્ટેશનના CCTVમાં કેદ, દોડીને પકડી હતી ટ્રેન

ટાઈગર શ્રોફ પર રવિવારે થયેલા ફાયરિંગ બાદ ત્રણેય આરોપીઓની રાજસ્થાનના કોટાથી ધરપકડ કરવામાં આવી છે. આ કેસમાં તપાસ દરમિયાન સુરત રેલવે સ્ટેશનના CCTV ફૂટેજમાં આ ત્રણેય શંકાસ્પદો આરોપીઓની હિલચાલ સામે આવી છે. આ મામલે મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરત રેલવે સ્ટેશન પર તપાસ હાથ ધરી હતી. CCTV ફૂટેજની સઘન તપાસ દરમિયાન ત્રણેય શંકાસ્પદો સ્ટેશન પર દોડધામ કરતા જોવા મળ્યા છે.

સુરત રેલવે સ્ટેશને હુમલાખોરો દેખાયા

પ્રાથમિક વિગતો અનુસાર, પોલીસની પકડથી બચવા માટે ત્રણેય શંકાસ્પદોએ સુરત રેલવે સ્ટેશનમાં પ્રવેશ કર્યો હતો. પ્લેટફોર્મ નંબર-1 પર લગાવવામાં આવેલા CCTV કેમેરામાં તેમની હિલચાલ કેદ થઈ હતી. ફૂટેજમાં ત્રણમાંથી બે શખ્સો દોડીને ટ્રેન પકડવાનો પ્રયાસ કરતા જોવા મળ્યા હતા, જ્યારે કાળા ટી-શર્ટમાં રહેલો ત્રીજો શખ્સ પણ દોડીને ટ્રેનમાં ચડતો દેખાયો હતો.

 તેઓ સુરતથી પસાર થતી પુણે-જયપુર એક્સપ્રેસમાં સવાર થયા હતા. ટ્રેનના સમય વિશે તેમને અગાઉથી જાણકારી હોવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. હાલ CCTV ફૂટેજ અને અન્ય વિગતોના આધારે તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ સમાચાર શેર કરો