મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

Video: સુરત રેલવે સ્ટેશનના સીસીટીવીમાં કેદ થયા અભિનેતા ટાઈગર શ્રોફના હુમલાખોરો, પુણે-જયપુર એક્સપ્રેસમાં થયા ફરાર

બોલિવૂડ અભિનેતા ટાઈગર શ્રોફ પર હુમલો કરનારા શંકાસ્પદો સુરત રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચની ટીમે સુરતમાં હાથ ધરેલી તપાસ દરમિયાન સ્ટેશનના ફુટેજમાં ત્રણેય આરોપીઓની હિલચાલ સામે આવી છે….પોલીસ પકડથી બચવા ત્રણેય શખ્સો સ્ટેશન બહારથી ઉતાવળમાં દોડતા પ્લેટફોર્મ નંબર ૧ પર પહોંચ્યા હતા. ટ્રેનના સમયથી વાકેફ આ શખ્સો ચાલુ પુણે-જયપુર એક્સપ્રેસમાં સવાર થઈને ફરાર થઈ ગયા હતા. જેમાં કાળા ટી-શર્ટ પહેરેલો શખ્સ પણ દોડીને ટ્રેનમાં ચડતો નજરે પડ્યો હતો. મુંબઈ પોલીસ આ મામલે આગળની તપાસ ચલાવી રહી છે.

આ સમાચાર શેર કરો