Video: અમદાવાદ: અમરાઈવાડીમાં ગરબા જોઈને પરત ફરત યુવકની જૂની અદાવતમાં છરીના ઘા ઝીંકી હત્યા

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારના ગુલાબનગર પાસે ગરબાના ચોક નજીક જૂની અદાવતના કારણે યુવકની ઘાતકી હત્યા કરવામાં આવી છે. મૃતક વિકેશ ગુર્જર અને તેના ભાઈ અભિષેક ગરબા જોઈને પરત ફરી રહ્યા હતા, ત્યારે રોહિત ઉર્ફે ગાંડો અને મદન રાજપૂત નામના શખ્સોએ અચાનક વિકેશ પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો. બે મહિના અગાઉ થયેલા ઝઘડાની અદાવતમાં આ હુમલો કરાયો હતો. ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયેલા વિકેશને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ટૂંકી સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. આ મામલે મૃતકના ભાઈની ફરિયાદના આધારે અમરાઈવાડી પોલીસે ગુનો નોંધી આરોપીઓની ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા છે.





