Video: અમદાવાદ: નવા વાડજમાં વેશભૂષા સ્પર્ધા સાથે નવરાત્રી

અમદાવાદના નવા વાડજ સ્થિત મંગલાગૌરી રેસિડેન્સી ખાતે નવરાત્રી મહોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. છેલ્લા પાંચ વર્ષથી અહીં યોજાતા આ મહોત્સવમાં આ વર્ષે ખાસ વેશભૂષા સ્પર્ધાનું આયોજન કરાયું હતું આ સ્પર્ધામાં નાના બાળકોથી લઈને વડીલો સુધીના તમામ ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. પરંપરાગત અને રંગબેરંગી પોશાકોમાં સજ્જ થઈને સ્પર્ધકોએ પોતાની કલાત્મકતા રજૂ કરી હતી. કાર્યક્રમના અંતે વિજેતાઓને ઇનામો આપી પ્રોત્સાહિત કરાયા હતા. આ આયોજનથી સોસાયટીના રહીશો વચ્ચે એકતા વધી છે અને નવી પેઢી સંસ્કૃતિ તથા પરંપરા સાથે જોડાઈ છે.




