અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પર થયેલા અત્યાચાર મુદ્દે રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે ઉઠાવ્યો અવાજ
Shaktisinh Gohil in Rajya Sabha on the issue of atrocities on Amreli letter case | તાજેતરમાં જ અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પર થયેલા અત્યાચારનો મુદ્દો રા

તાજેતરમાં જ અમરેલી લેટરકાંડમાં પાટીદાર દીકરી પર થયેલા અત્યાચારનો મુદ્દો રાજ્યસભામાં શક્તિસિંહ ગોહિલે અવાજ ઉઠાવ્યો હતો. માનવ અધિકારના મુદ્દે લેવામાં આવેલા સંજ્ઞાન પરથી તેમણે નિવેદન આપતા કહ્યું હતું કે, હંમેશા બે મોટા માણસોની લડાઈમાં સામાન્ય માણસ કચડાઈ જાય છે. ભાજપના બે મોટા નેતાઓની લડાઈમાં યુવતી ભોગ બની છે. પાટીદાર યુવતીને માર મારવામાં આવ્યો, તેનું સરઘસ કાઢવામાં આવ્યું. તેના ભુલ એ જ છે કે તે સમાન્ય કામ કરતી હતી. તે યુવતી ટાઈપ રાઇટર તરીકે કામ કરતી હતી. આ કાંડમાં ભાજપના નેતા કહે છે કે નાર્કો ટેસ્ટ કરવાની વાતો કરે છે.
શું છે મામલે ?
લેટરકાંડ મામલે પ્રમુખ કિશોર કાનપરીયા દ્વારા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં અમરેલી પોલીસ દ્વારા અમરેલી તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ મનિષ વઘાશીયા, એક મહિલા સહિત કૂલ 4 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે તેઓ પોલીસ કસ્ટડીમાં હતા ત્યારે તેઓને માર મારી કિશોરભાઇ કાનપરીયાના કહેવાતા આ પત્ર લખાવવા માટે દિલિપ સંઘાણીનું નામ તથા અન્ય ભાજપના આગેવાનનું નામ આપવા દબાણ કરી હતી, તેવી હકીકત મનિષ વઘાશીયાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવી હતી.
તો આ મામલે દિલિપ સંઘાણીએ નિવેદન આપતા જણાવ્યું હતું કે, આ અત્યંત ગંભીર બાબત કહી શકાય. અમરેલી પોલીસે પોતાની જાતે, પોલીસના કોઇ ઉચ્ચ અધિકારી અથવા તો કોઇ રાજકીય પદાધિકારીના કહેવાથી આ કાર્યવાહી કરેલ હોઇ શકે તેમ મારૂ માનવું છે. વધુમાં કોઇ સામાન્ય વ્યક્તિના ઇશારે પોલીસ આ પ્રકારનું કૃત્ય જ ન કરે. આ કેસમાં કહેવાતા સાચા કે ખોટા પત્ર સાથે મારે કોઇ લેવા દેવા નથી. આ બાબતે સત્યતા બહાર લાવવા માટે હું પોતે નાર્કો ટેસ્ટ કરવા તૈયાર છું, તેમજ ફરિયાદ અને આ કેસ સાથે જોડાયેલા અન્ય 2-4 વ્યક્તિના પણ નાર્કો ટેસ્ટ થવા જોઇએ જેથી વાસ્તવિક હકીકત સુધી પહોંચવામાં સરળતા રહે.'






