VIDEO: રાજકોટમાંથી 73.520 ગ્રામ ડ્રગ્સના જથ્થા સાથે 'શાહરૂખ' ઝડપાયો
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાતું રહે છે, ત્યારે રાજકોટ SOGએ હેરોઈનના જથ્થા સાથે શાહરૂખ ઉર્
ગુજરાતમાંથી છેલ્લા ઘણા સમયથી ડ્રગ્સ ઝડપાતું રહે છે, ત્યારે રાજકોટ SOGએ હેરોઈનના જથ્થા સાથે શાહરૂખ ઉર્ફે ડોનુ વીકયાણીની ધરપકડ કરી છે. મળતા અહેવાલ પ્રમાણે SOGને બાતમી મળી હતી કે શહેરના ગાયકવાડીમાં એક યુવાન પ્રતિબંધિત ડ્રગ્સ સાથે ઊભો છે. SOGની ટીમે બાતમી પ્રમાણે તપાસ આદરી હતી અને શખ્સ જથ્થા સાથે ઝડપાયો હતો. શખ્સ પાસે 67 હજારનો 73.520 ગ્રામ હેરોઈનનો જથ્થો મળી આવ્યો હતો.




