મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

૧૦ એપ્રિલ, બુધવારે અમદાવાદમાં યોજાશે 'શબ્દજયોતિ' કાર્યક્રમ

તા.૧૦ એપ્રિલને બુધવારની સાંજે ૦૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સ

૧૦ એપ્રિલ, બુધવારે અમદાવાદમાં યોજાશે 'શબ્દજયોતિ' કાર્યક્રમ

તા.૧૦ એપ્રિલને બુધવારની સાંજે ૦૫-૩૦ કલાકે,મીલ ઑનર્સ બિલ્ડિંગ ઑડિટોરિયમ (આત્મા હૉલ), સિટી ગોલ્ડ સિનેમાની સામે,આશ્રમ રોડ,અમદાવાદ ખાતે ઓમ કૉમ્યુનિકેશન દ્વારા દલિત સાહિત્યકાર, નવલકથાકાર,વાર્તાકાર,નાટ્યકાર દલપત ચૌહાણના ૮૫મા જન્મદિનપ્રસંગે 'શબ્દજયોતિ' શીર્ષક હેઠળ સાહિત્યસફર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. 

'શબ્દજયોતિ' અંતર્ગત સાહિત્યકાર દલપત ચૌહાણ પોતાનાં જીવન-કવન વિશે વક્તવ્ય આપશે. આ પ્રસંગે સાહિત્યકારો અને સાહિત્યપ્રેમીઓ ઉપસ્થિત રહેશે.

આ કાર્યક્રમને માણવા કોઈપણ પ્રકારની પ્રવેશ ફી રાખવામાં આવી નથી.

આ સમાચાર શેર કરો