અમદાવાદ : S.G. હાઈવે પેલેડિયમ મોલ પાસે બે કાર વચ્ચે અકસ્માત, એક વ્યક્તિએ ગુમાવ્યો જીવ
અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માત નોંધાયો છે. શહેરના S.G. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે ગત મોડી રા

અમદાવાદમાં વધુ એક માર્ગ અકસ્માત નોંધાયો છે. શહેરના S.G. હાઈવે પરના પેલેડિયમ મોલ પાસે ગત મોડી રાત્રે બે કાર વચ્ચે ભયાનક ટક્કર થઈ હતી. આ દુર્ઘટનામાં 30 વર્ષના અલ્પેશ ગાગડેકર નામના શખ્સનું સ્થળ પર મોત નીપજ્યું હતું.
ઈજાગ્રસ્તોના નામ
મયુર સિંધી (ઉ.વ. 26)
કમલ સિંધી (ઉ.વ.28)
આ અકસ્માતમાં અન્ય બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી. બન્ને ઈજાગ્રસ્ત શખ્સોને સારવાર અર્થે સોલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પોલીસે અકસ્માતે ગુનો નોઁધીને આગળની કાર્યવાહી કરી છે.






