મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરતમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળથી લલનાઓ લવાતી

સુરતમાં છાસવારે કૂટણખાના ઝડપાઈ રહ્યા છે. તેમ છતા આ પ્રકારની પ્રતિબંધિત બદ્દી અટકવાનુ નામ

સુરતમાં ચાલતા સેક્સ રેકેટનો પર્દાફાશ, બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળથી લલનાઓ લવાતી

સુરતમાં છાસવારે કૂટણખાના ઝડપાઈ રહ્યા છે. તેમ છતા આ પ્રકારની પ્રતિબંધિત બદ્દી અટકવાનુ નામ નથી લઈ રહી ત્યારે બહારના રાજ્યઅને દેશોમાથી મજબૂર યુવતીઓ પાયે વેશ્યાવૃતી કરાવાતી હોવાનુ સામે આવ્યુ છે. પોલીસે દલાલ સહિતનાને ઝડપી લઇને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

યુવતીને 300 અપાતા

ઉધનાના પ્રભુનગરમાં પહેલા માળે 700 રૂપિયામાં ચાલતા સેક્સ રેકેટનો ઉધના પોલીસે પર્દાફાશ કરાયો છે. પોલીસે બાંગ્લાદેશ અને પશ્વિમ બંગાળથી યુવતીઓને સપ્લાય કરનાર, દલાલ, ગ્રાહક સહિત 5ને પકડી પાડ્યા છે. એક ગ્રાહક દીઠ 700 રૂપિયા લેવાતા હતા. જેમાંથી યુવતીને 300 અને 400 રૂપિયા દલાલ અને સપ્લાયર સહિતના વહેંચણી કરી લેતા હતા.

ગ્રાહક પણ ઝડપાયા

પોલીસે રૂમમાંથી બાંગ્લાદેશી યુવતી સહિત 3 યુવતીઓને વૈશ્યાવૃતિના ધંધામાંથી મુક્ત કરાવી હતી. આ કુટણખાનું જીગ્નેશ અને જમાલ બહારથી યુવતીઓને બોલાવી ચલાવતા હતા. ઉધના પોલીસે સૂત્રધાર જીગ્નેશ અરવિંદ લખાણી, નુરજમાલ શેખ હકીમ, દલાલ સકોર એનામુલ્હાર, અપતારઉદ્દીન અબ્બાસુદ્દીન મોલ્લા અને ગ્રાહક આરીફ આલમ ખાનની ધરપકડ કરી છે.

આ સમાચાર શેર કરો