નસવાડી કલેડીયા રોડ પર ગટર ઉભરાતા રોડ પર ફરી વળ્યા પાણી, પેચવર્કની કામગીરીમાં ઉતારાઈ વેઠ
નસવાડી કલેડીયા રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈને રોડ ઉપર જતા હોવા છતાંય પંચાયત માર્ગ મકાન

નસવાડી કલેડીયા રોડ ઉપર ગટરના પાણી ઉભરાઈને રોડ ઉપર જતા હોવા છતાંય પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વાર ગટરના પાણીમા જ ડામરનો માલ નાખી પેચવર્કનું કામ કર્યું છે. જયારે અધિકારીઓ પેચવર્કની કામગીરીમાં ધ્યાન આપતા નથી. તેનો આ વરવો નમૂનો છે. નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના ઈજેનેરો પેચવર્કની કામગીરી કરવાના લાખો રૂપિયાનો ખર્ચ સરકારી ચોપડે પાડી દે છે.
રસ્તા પર ગટરના પાણી વહ્યા
નસવાડી તાલુકામાં ચોમાસા દરમિયાન પંચાયત માર્ગ મકાન વિભાગના રસ્તાઓ તૂટી ગયા હતા. તે રસ્તાઓ રીપેર કરવા માટે જિલ્લા પંચાયત માર્ગ મકાન વિભાગ દ્વારા નસવાડી તાલુકા પંચાયત માર્ગ મકાન વિભાગની કચેરીને સી આર યોજના હેઠળ રસ્તા રીપેર કરવા માટે મંજૂરી આપી છે. જયારે નસવાડી ખાતે આવેલ શિવ મંદિર પાસેથી કલેડીયા તરફ જવાના રસ્તા ઉપર મોટા મોટા ખાડા છે. જયારે શિવનગરમાં ભૂગર્ભ ગટરલાઇન ભરાઈ જતા રસ્તા ઉપર ગટરનું પાણી વહે છે. જયારે નસવાડીની કચેરી દ્વારા ખાડા પુરવા માટે કોન્ટ્રાક્ટરને મંજૂરી આપતા ગટરના પાણી વહેતુ હતું. તેના ઉપર જ ડામરનો માલ પાથરી દીધો હતો. જયારે અન્ય જગ્યા ઉપર આરસીસી રોડ હતો. ત્યાં ખાડા પૂરવામાં આવ્યા હતા. પરંતુ આરસીસી રોડ ઉપરની માટી સફાઈ કર્યા વગર જ ડામરનો માલ પાથરતા સ્થાનિક લોકોમાં પંચાયત માર્ગ મકાન વિભાગની આવી કામગીરીથી રોષ વ્યાપ્યો હતો.
કામગીરી નબળી
સરકાર પ્રજાને ખાડામાંથી છુટકારો મળે તે માટે લાખો રૂપિયા ગ્રાન્ટ ફાળવે છે. પરંતુ અધિકારીઓ આવી કામગીરી થતી હોય તે વખતે તેઓની હાજરી જરૂરી હોય છે. પરંતુ તેઓ હાજર રહેતા નથી. આડેધડ ખાડા પૂરવામાં આવે છે. તેના બીલો બનાવી લાખો રૂપિયાનો ખર્ચ સરકારી ચોપડે બતાવી દેવામાં આવે છે. જયારે ખાડા પુરવા માટે આવતા ડામર માલનો વજન કરવાનું ત્યાર બાદ જે જગ્યા ઉપર ખાડો છે. તેનું માપ લેવાનું ત્યાર બાદ ખાડાની સફાઈ કરાવવાની અને મેટલ નાખી પેચવર્ક કરાવી ત્યારબાદ ડામર માલ પાથરવાનો હોય છે. તેના ઉપર રોલિંગ કરવાનું હોય છે. પરંતુ નસવાડી તાલુકામાં ડામર રસ્તાના ખાડા પૂરવામા આવી કામગીરી કરવામાં આવતી નથી.
અધિકારીઓ ફરકતા નથી
ઈજનેરો કચેરીમાં બેઠાં બેઠાં ખાડા પૂરવાનો ઓર્ડર આપી દઈને કામો કરાવે છે. નસવાડી તાલુકાના પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓના વાંકે હાલ તો તાલુકાની પ્રજા દુઃખી છે. છોટાઉદેપુર જિલ્લા પંચાયતના ઇન્ચાર્જ એક્જયુકેટીવ ઈજેનર જિલ્લામાં બાહોશ અધિકારી તરીકેની છાપ ઉભી કરી છે. પરંતુ નસવાડી પંચાયત માર્ગ મકાન વિભાગના અધિકારીઓ કામગીરી કેવી રીતના કરવી તેની શીખ આપશે. જયારે તેઓ નસવાડી તાલુકાની વિઝીટ કરીને ખાડા પૂરવાની કામગીરીનું નિરીક્ષણ કરે તે જરૂરી બન્યું છે.








