મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: ડિજિટલ એરેસ્ટ કેસમાં પોલીસને મળી સફળતા, નિવૃત બેંક મેનેજરના પૈસા પડાવનારા ઝડપાયા

રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને ડિજિટલ એરેસ્ટ કરીને 56 લાખ પડાવવાના કેસમાં સાયબરે ક્રાઈમે સાત આરો

રાજકોટ: ડિજિટલ એરેસ્ટ કેસમાં પોલીસને મળી સફળતા, નિવૃત બેંક મેનેજરના પૈસા પડાવનારા ઝડપાયા

રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને  ડિજિટલ એરેસ્ટ કરીને 56 લાખ પડાવવાના કેસમાં સાયબરે ક્રાઈમે સાત આરોપીની ધરપકડ કરી છે. પોલીસ તપાસમાં ધરપકડનો આંક હજુ વધે તેવી શકયતા સેવાઈ રહી છે.

સાયબરે ક્રાઈમે અત્યાર સુધીમાં મયંક જોટાનિયા, હિરેન સુબા, પઠાણ મહોમ્મદ, પરેશ ચૌધરી, કલ્પેશ ચૌધરી, વિપુલ દેસાઈ, વિપુલ નાયકની ધરપકડ કરી છે. જેમાંથી હિરેન સુબા, વિપુલ દેસાઈના કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. 

આ પણ વાંચો: વડોદરા/ CJI ચંદ્રચૂડના નામે ડિજિટલ એરેસ્ટ, 250 કરોડના મની લૉન્ડ્રિંગના કેસના નામે 1.65 લાખ પડાવ્યા

 

આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યા હોવાનું સામે આવ્યું

તમામ આરોપીઓના બેંક ખાતામાં 5 લાખ થી રૂ. 10 લાખ સુધીની રકમ જમા થઈ હતી. તમામ આરોપીઓએ બેંક ખાતા ભાડે આપ્યા હોવાનું  સામે આવ્યું છે. દરેક બેંક ખાતા દીઠ સાયબર ગઠિયાઓ રૂ. 2,000થી 15,000 સુધીનું ભાડું ચૂકવતા હતા. 

આ રીતે પડાવ્યા હતા લાખો રૂપિયા

રાજકોટમાં નિવૃત બેંક કર્મચારીને 'તમારું અરેસ્ટ વોરન્ટ કાઢ્યું છે' તેમ કહીને આરોપીએ ડિજિટલ એરેસ્ટને અંજામ આપીને 56 લાખ રૂપિયા પડાવી પાડ્યા હતા. સમગ્ર ઘટનામાં આરોપી નિવૃત બેંક મેનેજરને દર બે કલાકે વોટ્સએપના માધ્યમથી ફોટા મંગાવતો, આ પછી આરોપીએ થોડા થોડા કરીને લાખો રૂપિયાની છેતરપિંડી કરી હતી. ઘટનામાં મની લોન્ડરિંગનો ઉપયોગ થયો હોવાનું જણાય આવ્યું છે. 

ડિજિટલ એરેસ્ટની ઘટનામાં આરોપી વ્યક્તિને ધરપકડનો ડર આપી અને પોતાના માંગણી પૂરી થવા સુધી પીડિતોને ઓડિયો કે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી જોડાઈ રહેવા માટે મજબૂર કરે છે. આ દરમિયાન છેતરપિંડી કરનાર પીડિતાને વિડિયો કૉલ છોડવા કે કોઈનો સંપર્ક કરવા દેતો નથી. જેમાં આરોપી ડિજિટલ એરેસ્ટનો ભોગ બનનારા વ્યક્તિ પાસેથી કેસ ઉકેલવાના બદલામાં પૈસા પડાવીને છેતરપિંડી આચરવામાં આવી હતી.

આ સમાચાર શેર કરો