વડોદરા/ CJI ચંદ્રચૂડના નામે ડિજિટલ એરેસ્ટ, 250 કરોડના મની લૉન્ડ્રિંગના કેસના નામે 1.65 લાખ પડાવ્યા
ગુજરાતમાં ફરી એક વખત ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. મની લૉન્ડ્રિંગનો કેસ હોવાનું જણાવી CJ

ગુજરાતમાં ફરી એક વખત ડિજિટલ એરેસ્ટની ઘટના સામે આવી છે. મની લૉન્ડ્રિંગનો કેસ હોવાનું જણાવી CJI ડીવાય ચંદ્રચૂડના નામે રૂપિયા પડાવ્યા હતા. 34 કલાક સુધી વડોદરાના યુવકને ડિજિટલ એરેસ્ટ કરીને 1.65 લાખ રૂપિયા પડાવ્યા હતા. આ સાથે જ કોઇને જાણ કરશો તો 3 વર્ષની જેલની સજા થશે તેવી પણ ધમકી આપી હતી.
વડોદરામાં યુવક થયો 34 કલાક ડિજિટલ એરેસ્ટ
વડોદરામાં તરસાલી વિસ્તારમાં રહેતા એક યુવકને મની લોન્ડ્રિંગના કેસમાં ફસાવવાની ધમકી આપીને એક યુવકને 34 કલાક ડિજિટલ એરેસ્ટ કરવામાં આવ્યો હતો.
ડિજિટલ એરેસ્ટનો ભોગ બનનાર ફરિયાદી કેતન સાવંતે આખી ઘટના વિશે જણાવતા કહ્યું કે, '3 નવેમ્બરના રોજ બપોરે 12 વાગ્યે એક ફોન આવ્યો હતો. ફોન કરનારી વ્યક્તિએ કહ્યું હતું કે, તમારો ફોન 2 કલાકમાં બંધ થઇ જશે. ફરિયાદની નોકરી ના હોવાથી અનેક કંપનીઓમાંથી HRના કોલ આવતા હતા અને ફોન બંધ થઇ જવાનું કહેતા તે ટેન્શનમાં આવી ગયા હતા.પહેલા સાયબર ઠગોએ પૈસાની ડિમાન્ડ કરી હતી અને પછી એકાઉન્ટમાંથી પૈસા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તે પછી ધમકી આપી હતી કે કોઇને આ ઘટનાની જાણ કરીશ તો 3 વર્ષની જેલ થશે અને 5 લાખ રૂપિયા પણ આપવા પડશે. જે બાદ યુવકે 1 લાખ 65 હજાર રૂપિયા આપવા પડ્યા હતા.'
આ સાથે જ ફરિયાદીને સાયબર ઠગોએ કહ્યું હતું કે, હું તારી ફેવર કરી રહ્યો છું અને તારા પર જે ગુનો છે તે સાબિત નાય તેના પુરાવા ભેગા કરવા માટે મદદ કરી રહ્યો છું. કેમેરા સામે પ્રથમ વખત રાહુલ ગુપ્તા આવ્યો હતો. બાકી જે વાતચીત થઇ તેમાં વ્યક્તિ સમય સમય પર બદલાતા હતા અને તેમના નામ પણ અલગ અલગ હતા. એક વિજય કરીને છોકરો હતો અને એક યુવતી પણ આ ઘટનામાં સામેલ હતી.'
આ રીતે ધમકાવે છે સાયબર ઠગ
ભોગ બનનાર કેતન સાવંતને ફોન કરનારે કહ્યું કે, તમે મુંબઇની દુકાનમાંથી સિમકાર્ડ ખરીદ્યું હતું. ભોગ બનનારે બચાવ કરતા કહ્યું કે, હું ક્યારેય મુંબઇ ગયો જ નથી. તે બાદ ફોન કરનાર વ્યક્તિએ કહ્યું કે, આ મની લોન્ડ્રિંગનો 250 કરોડનો કેસ છે જેમાં તમારૂં નામ છે અને નરેશ ગોયલના ડૉક્યુમેન્ટમાં અને તેની બેન્કમાં પાર્ટનરશિપમાં પણ તમારૂં નામ છે. એટલે તું પણ એટલો ગુનેગાર છે જેટલો નરેશ ગોયલ છે.
પહેલા સાયબર ઠગોએ પૈસાની ડિમાન્ડ કરી હતી અને પછી એકાઉન્ટમાંથી પૈસા પણ ટ્રાન્સફર કરાવી લીધા હતા. તે પછી ધમકી આપી હતી કે કોઇને આ ઘટનાની જાણ કરીશ તો 3 વર્ષની જેલ થશે અને 5 લાખ રૂપિયા પણ આપવા પડશે. જે બાદ યુવકે 1 લાખ 65 હજાર રૂપિયા આપવા પડ્યા હતા.
અલગ અલગ શિફ્ટમાં કામ કરે છે ઠગ
આ સાથે જ વડોદરાના યુવકને સાયબર ઠગોએ કહ્યું હતું કે, હું તારી ફેવર કરી રહ્યો છું અને તારા પર જે ગુનો છે તે સાબિત નાય તેના પુરાવા ભેગા કરવા માટે મદદ કરી રહ્યો છું. કેમેરા સામે પ્રથમ વખત રાહુલ ગુપ્તા આવ્યો હતો. બાકી જે વાતચીત થઇ તેમાં વ્યક્તિ સમય સમય પર બદલાતા હતા અને તેમના નામ પણ અલગ અલગ હતા. એક વિજય કરીને છોકરો હતો અને એક યુવતી પણ આ ઘટનામાં સામેલ હતી.
આ પણ વાંચો: Digital Arrest Scam:પોલીસનો રોફ અને સજાના ડરથી લોકો કરે છે આત્મસમર્પણ; કેવી રીતે આ સ્કેમથી બચી શકાય?
ડિજિટલ એરેસ્ટ ફ્રૉડથી આ રીતે બચી શકાય
Digital Arrest Scamના કેસ અવાર નવાર સાંભળવા મળી રહ્યાં છે. ઘણા લોકો તેના શિકાર બની રહ્યાં છે. સાઇબર ક્રિમિનલ્સે આ દરમિયાન કેટલાક લોકોને કરોડો રૂપિયાનો ચુનો પણ લગાવ્યો છે. સાઇબર સ્કેમર્સ માત્ર વિક્ટિમના નામ પર તો બેન્કમાંથી પર્સનલ લોન લઇ લે છે પરંતુ તે બાદ તે રૂપિયાને બેન્કના ખાતામાંથી ઉડાવી પણ લે છે. આજે અમે તમને ડિજિટલ એરેસ્ટ સ્કેમ અને તેનાથી બચવાના ઉપાયો વિશે જણાવી રહ્યાં છીએ.








