મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરત મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી થઈ છતી, વેરા બિલ ઘરે આવતાં આ કારણે ફેલાયો લોકોમાં રોષ

વિશ્વવિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે કહ્યું હતું કે, નામમાં શું રાખ્યું છે. પરંતુ નામથી જ ઓળખ

સુરત મહાનગર પાલિકાની ગંભીર બેદરકારી થઈ છતી, વેરા બિલ ઘરે આવતાં આ કારણે ફેલાયો લોકોમાં રોષ

વિશ્વવિખ્યાત નાટ્યકાર વિલિયમ શેક્સપિયરે કહ્યું હતું કે, નામમાં શું રાખ્યું છે. પરંતુ નામથી જ ઓળખ છતી થતી હોય છે. જો કે, સુરત મહાનગરપાલિકા અંગ્રેજી સાહિત્ય વધુ વાંચતી હોય તેમ લોકોના નામની અદલાબદલી કરી નાખી હોવાનું ઉજાગર થયું છે. એ પણ ત્યારે કે જ્યારે પાલિકાના વેરા લોકોના ઘરે ગયા ત્યારે લોકોને જ પોતાના નામ બદલી ગયા હોવાનું ઉજાગર થતાં લોકો વિરોધ કરવા માટે પાલિકાની કચેરીએ દોડી આવ્યા હતાં.

આ પણ વાંચોઃભાજપ મહિલા નેતાના આપઘાતનું કારણ પ્રેમ, પૈસા કે પીડા? કોર્પોરેશનની ટિકિટના બે કરોડ પડાવાયાની ચર્ચા

લોકોનો વિરોધ

લિંબાયત ઝોન ઓફિસ દ્વારા વેરા બિલ લોકોના ઘરે મોકલવામાં આવ્યાં હતાં. જેમાં 126 મિલકતદારોના નામ વેરા બિલમાં બદલાઈ ગયા હતાં. મનપાના 2024-2025 વેરા બિલમાં અચાનક મુસ્લિમ નામ આવી ગયા હતાં. હિન્દુ મિલકતદારોના વેરામાં મુસ્લિમ નામ આવી જતા લોકોમાં રોષ જોવા મળ્યો હતો. વેરા બિલમાં નામ બદલાઈ જતા લિંબાયત ઝોન પર લોકોનો મોર્ચો આવ્યો હતો. જ્યાં બિલ બતાવવાની સાથે સાથે લોકોએ ઝોન ઓફિસ બહાર વિરોધ દર્શાવી તાત્કાલિક નામ બદલ કરવા માંગ કરી હતી.

ભૂલ સુધારી લેવાશે-અધિકારી

લિંબાયત ઝોનના અધિકારી  અજય જગતાપે કહ્યું કે, આ ભૂલ થઈ હોવાનું અમારી સામે આવ્યું છે. આકરણીને લઈને કંઈક ઈશ્યુ છે. અમે તપાસ કરી રહ્યાં છીએ. રિવિઝન દરમિયાન આ ડેટા એન્ટ્રીમાં ભૂલ થયેલી છે. જે બે દિવસમાં યોગ્ય થઈ જશે. આ વોર્ડનું આ વખતે રિવિઝન હતું. શરતચૂકથી નામ ચડી ગયું હોવાથી બે દિવસમાં સુધારો થઈ જશે. ઓક્યુપાઈડ મિલકત હોવાથી તમામમાં આ રીતે નામ ચડી જાય. શરતચૂકથી થયું છે. આ બાબતે લોક ઓપન કરવા માટે સૂચના આપવામાં આવી છે. બે દિવસમાં આ ભૂલ સુધારી લેવામાં આવશે. 

આ સમાચાર શેર કરો