મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratની આશાદીપ શાળાની ગંભીર બેદરકારી, રેલીમાં વગર હેલ્મેટે મોપેડ પર મોકલ્યા વિદ્યાર્થી

સુરતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલી રેલી દરમિયાન આશાદીપ શ

સુરતમાં કારગિલ વિજય દિવસની ઉજવણી અંતર્ગત યોજવામાં આવેલી રેલી દરમિયાન આશાદીપ શાળાની બેદરકારી સામે આવી છે. શાળાના અનેક વિદ્યાર્થીઓને બાઈક અને મોપેડ લઈને રેલીમાં ઉતારવામાં આવ્યા હતા, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓએ ન તો હેલ્મેટ પહેર્યું હતું અને ન તો તેમની પાસે ડ્રાઈવિંગ લાયસન્સ હતું.રેલી પૂરી થયા બાદ વિદ્યાર્થી જાહેર માર્ગો પર બેફામ ઝડપે બાઈક ચલાવતા તેમજ કેટલાકે મોબાઈલ ફોન પર વાત કરતાં પણ જોવા મળ્યા હતા. ટ્રાફિક નિયમોનો ખૂલ્લો ભંગ થતો હોવા છતાં શાળાપ્રશાસને કોઈ પરિપૂર્ણ નિયંત્રણ લીધું ન હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. શાળાના વિદ્યાર્થીઓ હજુ લાયસન્સ માટે યોગ્ય ઉંમર સુધી પહોંચ્યા નથી, ત્યારે આવા વિદ્યાર્થીઓને બાઈક ચલાવી જાહેર રેલીમાં સામેલ થવા દેવું ગંભીર પ્રશ્ન ઊભો કરે છે. શાળાની આ બેદરકારીને લઈ શહેરના ટ્રાફિક નિયમો અને વિદ્યાર્થીઓની સુરક્ષા સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. પ્રશ્ન એ છે કે — શું આશાદીપ શાળા અને તેના વિદ્યાર્થીઓને કાયદા અને ટ્રાફિક નિયમો લાગુ પડે છે કે નહીં? સ્થાનિકો અને ટ્રાફિક જાગૃતિના કાર્યકરો આ ઘટનાની ગંભીરતા સમજતા તાત્કાલિક તપાસ અને કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.

આ સમાચાર શેર કરો