મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

VIDEO: Suratના સિવણ ગામના તલાટી લાંચ લેતા ઝડપાયા, આકરણીના બદલામાં લીધા રૂપિયા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં બે પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની આકા

સુરત જિલ્લાના ઓલપાડ તાલુકાના સિવાણ ગ્રામ પંચાયત વિસ્તારમાં બે પ્લોટ ઉપર બાંધકામ કરવામાં આવ્યું હતું. જેની આકારણી કરવાની કાર્યવાહી કરવાનાં અવેજ પેટે ૭૦૦૦/- લાંચની માંગણી કરવામાં આવી હતી. જે લાંચની રકમ ફરીયાદી આક્ષેપિતને આપવા માંગતા ન હોય, એ.સી.બી. નો સંપર્ક કરી ફરીયાદ આપી હતી. જે આધારે લાંચના છટકાનુ આયોજન કરતાં, તે દરમ્યાન ફરિયાદીએ આક્ષેપિત ભરતભાઇ નાથુભાઇ ચૌધરી ઉ.વ.૪૫ તલાટી કમમંત્રી વર્ગ-૩, સિવાણગામ, ગ્રામ પંચાયતની કચેરી અને પ્રગતિબેન D/o યોગેશભાઇ વિનુભાઇ પટેલ, કોમ્પ્યુટર ઓપરેટરને મળતા હેતુલક્ષી વાતચીત કરી એકબીજા ની મદદગારી કરી લાંચની રકમ  સ્વીકારી બંન્ને આક્ષેપિતો રૂ.૭૦૦૦/- ની લાંચની રકમ સ્વીકારતાં સ્થળ પર પકડાઇ જઇ ગુનો કર્યો હતો.એસીબીએ હાલ ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો