VIDEO: Suratના ઉમરપાડામાં જંગલમાં કિંમતી લાકડાની ચોરી, વનવિભાગની કામગીરીથી તસ્કરોમાં ફફડાટ
સુરત જિલ્લાના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં કિંમતી લાકડાની ચોરી કરતી ટોળકી સામે વનવિભાગની ટીમે ભારે કાર્યવાહી
સુરત જિલ્લાના ઉમરપાડાના જંગલ વિસ્તારમાં કિંમતી લાકડાની ચોરી કરતી ટોળકી સામે વનવિભાગની ટીમે ભારે કાર્યવાહી કરી છે. વનવિભાગને બાતમી મળી હતી કે બરડીથી અંબાડી રોડની નજીક જંગલમાં સિસમના કિંમતી લાકડા કપાઈ રહ્યા છે. જાણકારી આધારે વહેલી સવારે રેન્જ ફોરેસ્ટ અધિકારી અનિલ પટેલની આગેવાની હેઠળ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર ગુલાબ વસાવા, બાલુ ચૌધરી, બીટગાર્ડ અને રોજમદારોની ટીમ સ્થળ પર દોડી ગઈ હતી. જ્યાં ટીમે લાકડા ચોરો પર તવાઈ બોલાવી હતી. ચોરો અંધારાનો લાભ લઈ જંગલમાં ભાગી છૂટ્યા, જોકે ટેમ્પો ડ્રાઈવર તરીકે ધાણાવડના બિપિન કોટવાડિયાની ઓળખ થઈ છે. વનવિભાગે સ્થળ પરથી એક ટેમ્પો અને સિસમના મૂલ્યવાન લાકડા મળીને રૂ. 6,86,000નો મુદામાલ કબજે કર્યો છે.


