BHAVNAGAR : સર ટી. સિવિલ હોસ્પિટલમાં દારૂ અને ડ્રગ્સનો વહીવટ થતો હોવાના ગંભીર આક્ષેપ
Bhavnagar News : ભાવનગર શહેર કોંગ્રેસે આજે સર ટી. સિવિલ હોસ્પિટલ ખાતે લોક પ્રશ્નો સા

Bhavnagar News : ભાવનગર શહેર કોંગ્રેસે આજે સર ટી. સિવિલ હોસ્પિટલ ખાતે લોક પ્રશ્નો સાંભળ્યા હતા, તે સમયે કોંગ્રેસ પ્રમુખે સરકારને વેધક સવાલો કર્યા હતા, તેમજ હોસ્પિટલમાં દારૂ અને ડ્રગ્સનો વહીવટ થતો હોવાનો ગંભીર આક્ષેપ કર્યા છે.
ભાવનગર શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા આજે ભાવનગર શહેરની સર ટી. સિવિલ હોસ્પિટલ ખાતે લોક પ્રશ્નો સાંભળવામાં આવ્યાં હતા. સર ટી. હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને દર્દીના સગાઓએ અનેક પ્રશ્નો રજૂ કર્યા હતા.
આ બાબતે શહેર કોંગ્રેસ પ્રમુખ હિતેશ વ્યાસે જણાવ્યું હતું કે ભાવનગર શહેરમાં ખુલ્લેઆમ ડ્રગ્સ, દારૂ, નશાકારક સીરપ મળી જાય છે પરંતુ સર ટી. હોસ્પિટલમાં દર્દીઓને દવા મળતી નથી, સિવિલ હોસ્પિટલમાં પાયાની સુવિધાઓનો અભાવ છે.
આ ઉપરાંત તેમણે ગંભીર આક્ષેપ કર્યો હતો કે સર ટી. હોસ્પિટલમાં રાત્રી દરમિયાન દારૂ અને ડ્રગ્સનો વહીવટ થાય છે, તે બાબતે પણ અમે નજર રાખીશું. જોકે હવે આ ગંભીર આક્ષેપને લઈને સર ટી. હોસ્પિટલનું તંત્ર અને પોલીસ કેવી કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું.






