Ahmedabad news: સાબરમતીમાં મ્યુનિ.શૌચાલયની જગ્યામાં AAPના નેતાએ મકાન બનાવ્યાનો રહિશોનો ગંભીર આરોપ
અમદાવાદના શાસ્ત્રીનગર પછી સાબરમતી વિસ્તારમાં મહાકાળીની ચાલી

અમદાવાદના શાસ્ત્રીનગર પછી સાબરમતી વિસ્તારમાં મહાકાળીની ચાલી પાસે આવેલા મ્યુનિસિપલ શૌચાલયને તોડીને આમ આદમી પાર્ટીના નેતાએ તે જગ્યામા મકાન બનાવી દીધુ હોવાનો રહીશોએ આક્ષેપ કર્યો છે.
મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી પણ કરાઈ
ભાજપના પૂર્વ કોર્પોરેટરના પુત્રના આક્ષેપ પછી રહીશો તરફથી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં અરજી પણ કરાઈ છે.આ વિવાદમાં ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે કહયુ, આ જગ્યા રેલવેની છે.વર્ષો પહેલા ઝૂંપડા હશે તે સમયે મ્યુનિ.દ્વારા લોકોની સુવિધા માટે શૌચાલય બનાવાયા હશે.
શાસ્ત્રીનગરમાં આવેલા સરદાર પટેલ નગર પાસે થોડા સમય અગાઉ ભાજપના કાર્યકરની દુકાન આડે આવતા મ્યુનિ.ના જાહેર શૌચાલય ઉપર જે.સી.બી. ફેરવી તોડી પડાયુ હતુ. સાબરમતીમાં આવેલી મહાકાળીની ચાલીના રહીશો મ્યુનિ.દ્વારા બનાવવામા આવેલા બાર ટોયલેટ બ્લોક પૈકી ચાર બ્લોક તોડી પાડી આપના ઉપપ્રમુખ બાબુ દાનાભાઈ પરમાર દ્વારા કોર્પોરેશનની મંજુરી લીધા વગર મકાન બનાવી દીધું.
મકાન બનાવી દીધા હોવાની એસ્ટેટ વિભાગમાં લેખિત અરજી આપી
મકાન બનાવી દીધા હોવાની એસ્ટેટ વિભાગમા લેખિત અરજી આપી છે. આ ચાલીમા ભાજપના પૂર્વ કોર્પોરેટર ચંચળબહેન પરમારના પુત્ર હસમુખ પરમાર રહે છે.તેમના માતા કોર્પોરેટર હતા એ સમયે વર્ષ-૨૦૨૧મા આ શૌચાલય રીનોવેશન કરવામા આવ્યા હતા.






