સેબોર્ગાની રાજકુમારી સુરતના ડાયમંડ પર આફરીન કહ્યું, સામાન્ય લોકોની હીરા પહેરવાની ઈચ્છા લેબગ્રોન કરશે પૂર્ણ
હાલ વિશ્વમાં યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે હીરા ઉદ્યોગ મંદીમા

હાલ વિશ્વમાં યુદ્ધનો માહોલ ચાલી રહ્યો છે. ત્યારે હીરા ઉદ્યોગ મંદીમાંથી પસાર થઈ રહ્યો છે. પરંતુ સુરતનો લેબગ્રોન ડાયમંડ નેચરલ ડાયમંડની જગ્યા લઈ રહ્યો છે એટલું જ નહીં, પરંતુ સામાન્ય લોકો મોંઘાદાટ હીરાના દાગીના પહેરી ન શકતાં. પરંતુ, લેબગ્રોન ડાયમંડ સામાન્ય લોકોની ઈચ્છા પૂર્ણ કરી રહ્યો છે તેમ સુરત આવેલી પ્રિન્સેસ ઓફ સેબોર્ગા નીના ડેનિએલા મેનેગાટ્ટોએ કહ્યું હતું.
ઉત્પાદનની સાથે જ્વેલરી પણ બનાવાઈ
લેબ્રગોન ડાયમંડ સુરતની ડાયમંડ ઈન્ડસ્ટ્રી માટે ઓક્સિજન સમાન સાબિત થયા છે. ત્યારે સુરતમાં જ લેબ્રગોન ડાયમંડનું ઉત્પાદન થવાની સાથે લેબ્રગોન ડાયમંડનું કટીંગ પોલિશિંગ અને ત્યારબાદ તેમાંથી જ્વેલરી સુરતમાંથી તૈયાર થશે અને આ જ્વેલરીનું વેચાણ સુરતમાં જ થશે. ડાયમંડ સિટી તરીકે વિશ્વમાં પ્રસિદ્ધ સુરતમાં સેબોર્ગાની પ્રિન્સેસ નીના ડેનીએલા મેનેગાટ્ટો દ્વારા 55 કાંકરી લેબ્રોન ડાયમંડ જ્વેલરીનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું.
ભારતનો વિકાસ ઉડીને આંખે વળગે તેવો
પ્રિન્સેસ નીના ડેનીએલા દ્વારા સુરતમાં તૈયાર થતા લેબગ્રોન ડાયમંડના વખાણ કરવાની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની કામગીરીને પણ બિરદાવી હતી. આઠ વર્ષમાં તેણી બે વખત ભારત આવી છે. પરંતુ પહેલા કરતાં અત્યારનું ભારત અલગ લાગે છે. સુરતમાં પ્રથમવાર આવી છું. પરંતુ સુરતની સ્વચ્છતા આંખે ઉડીને વળગે તેવી છે. લોકો પણ ખૂબ મળતાવડા અને ફેશનને સમજનારા છે. જ્વેલરી એક ફેશનનો ભાગ છે. જે વિશ્વના દરેક વ્યક્તિને આકર્શે છે.




