મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

ખ્યાતિકાંડ: કાર્તિક પટેલ જ વધુ વ્યક્તિઓને દર્દી તરીકે હોસ્પિટલમાં લાવવાનું કહેતો, ઓફિસમાં દર મહિને યોજાતી મીટીંગ

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં નાસતા ફરતા આરોપી ચેરમેન ડો.કાર્તિક પટ

ખ્યાતિકાંડ: કાર્તિક પટેલ જ વધુ વ્યક્તિઓને દર્દી તરીકે હોસ્પિટલમાં લાવવાનું કહેતો, ઓફિસમાં દર મહિને યોજાતી મીટીંગ

ખ્યાતિ હોસ્પિટલ કૌભાંડમાં નાસતા ફરતા આરોપી ચેરમેન ડો.કાર્તિક પટેલની આગોતરા જામીન અરજીમાં શહેર ક્રાઈમબ્રાન્ચ દ્રારા સોગંદનામું રજૂ કરી આરોપીને કોઈપણ સંજોગોમાં જામીન નહીં આપવા ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી. ક્રાઈમ બ્રાન્ચ તરફથી એવો મોટો ખુલાસો કોર્ટ સમક્ષ કરવામાં આવ્યો હતો કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલ દ્વારા જ માર્કેટીંગ ટીમને વધુમાં વધુ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવા અને વધુમાં વધુ અમદાવાદ શહેર અને તેની આસપાસના ગામડાઓના વિસ્તારોના ક્લીનીક્સના ડોક્ટર્સનો સંપર્ક કરી PMJAY કાર્ડધારક વ્યક્તિઓને મોટી સંખ્યામાં સારવારના બહાને ખ્યાતિ હોસ્પિટલમાં લાવવા ફરમાન કરાતું હતું. એટલું જ નહીં હોસ્પિટલની માર્કેટીંગ ટીમ દ્વારા અમદાવાદ અને તેની આજુબાજુના વિસ્તારના જનરલ પ્રેક્ટીશનર ડોક્ટર્સને દર્દી દીઠ નાણાંનું તગડું કમિશન પણ ચેરમેન કાર્તિક પટેલની સહીથી ચૂકવાયું હોવાનું તપાસમાં સામે આવ્યું છે.

ચેરમેન કાર્તિક પટેલ વિરુદ્ધ LOC  ઈશ્યુ

આ સમગ્ર કેસમાં આરોપી વિદેશ ભાગી ગયો હોઈ અને હાજર થતો ન હોઈ ચેરમેન કાર્તિક પટેલ વિરુદ્ધ LOC પણ ઈશ્યુ કરાયો છે. ક્રાઈમબ્રાન્ચ દ્વારા અદાલત સમક્ષ સોંગદનામાં મારફતે સ્પષ્ટ કરાયું હતું કે, આરોપી ચેરમેન કાર્તિક પટેલે એક ચોક્કસ પ્રકારની પદ્ધતિથી ખ્યાતિ હોસ્પિટલમે ખોટ કરતું એકમ દર્શાવ્યું હતું, પરંતુ વાસ્તવમાં હોસ્પિટલના માધ્યમથી મોટાપાયે નાણાંકીય કૌભાંડ આચરવામાં આવતું હતું.  

કાર્તિક પટેલની અમદાવાદ ખાતેની ઓફસમાં યોજાતી બેઠક

ક્રાઈમ બ્રાન્ચના PI વી.બી.આલ તરફથી સોગંદનામામાં વધુ જણાવાયું હતું કે ખ્યાતિ હોસ્પિટલના ચેરમેન કાર્તિક પટેલ તથા ડાયરેક્ટર્સ ચિરાગ રાજપૂત,ડો. સંજય પટોલીયા, રાજશ્રી કોઠારી તથા રાહુલ જૈનની બોર્ડ ઓફ ડિરેક્ટર્સની મંથલી બેઠક કાર્તિક પટેલની અમદાવાદ ખાતેની ઓફસમાં યોજાતી હતી, અને મહિનામાં બે વખત રિવ્યુ મીટીંગ યોજાતી હતી, જેમાં હોસ્પિટલને વધુમાં વધુ આવક થાય તે હેતુસર મેડિકલ સહાય આપતી સરકારની યોજનાઓના ઓઠા હેઠળ દર્દીઓને સારવાર માટે લાવવા અને વિવિધ પ્રકારના ફ્રી હેલ્થ કેમ્પ યોજવાની ચર્ચા થતી હતી.

વધુમાં વધુ વ્યક્તિઓને દર્દી તરીકે હોસ્પિટલમાં લાવવાની યોજના કાર્તિક પટેલ બનાવતો

આરોપીઓ દ્વારા વધુમાં વધુ વ્યક્તિઓને દર્દી તરીકે હોસ્પિટલમાં લાવવાનું ટાસ્ક કાર્તિક પટેલ અને અન્ય સહ આરોપીઓ દ્વારા સોંપવામાં આવતું હતું. હોસ્પિટલ દ્વારા PMJAY યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂપિયા 16.14 કરોડથી વધુની રકમ મેળવાઈ છે. 

આ પણ વાંચો: નટવરગઢ: 16 વર્ષના કિશોરે છરી વડે સરપંચ અને તેના દીકરા પર કર્યો હુમલો, સરપંચ પુત્રનું મોત

ક્રાઈમ બ્રાન્ચે સોંગદનામામં એ પણ સ્પષ્ટ કર્યું કે ખ્યાતિ હોસ્પિટલના તમામ નાણાંકીય સહિતના વ્યવહારો આરોપી ચેરમેન કાર્તિક પટેલની સહીથી જ થતાં હતા. આરોપી પોચે ચેરમેન હોવાથી તમામ પ્રકારના નાણાંકીય વ્યવ્હારો અને કૌભાંડ સંબંધી વિગતોથી વાકેફ હોઈ તે આ સમગ્ર કાવતરાનો મુખ્ય સૂત્રધાર આરોપી છે.

કાર્તિક પટેલ યોજના મુજબ ઓડિટ રિપોર્ટ બનાવતો

આરોપી કાર્તિક પટેલ તથા ડાયરેક્ટર્સ દ્વારા સીઈઓ અને સીએ પાસે તેઓની યોજના મુજબના જ ઓડિટ રિપોર્ટ બનાવવાનું જણાવતા હતા અને તે મુજબના જ રિપોર્ટ તૈયાર થતા હતા. સમગ્ર હોસ્પિટલ અને તેના વ્યવહારો કાર્તિક પટેલના દિશા નિર્દેશ મુજબ ચાલતા હોઈ તપાસમાં ખૂટતી કડીઓ અને પુરાવા તેની પાસેથી એકત્ર કરવાના ભાગરૂપે તેની ધરપકડ કરવી અને કસ્ટોડિયલ ઈન્ટ્રોગેશન જરૂરી છે.

આ સમાચાર શેર કરો