ગોધરા: બોગસ હુકમથી કરોડોની સરકારી જમીન પચાવવાનું કૌભાંડ, ચાર ભેજાબાજો સામે મામલતદારની ફરિયાદ
રાજ્યમાં સરકારી જમીનને પચાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે પંચમહાલના ગોધરા પ

રાજ્યમાં સરકારી જમીનને પચાવવાનું કૌભાંડ સામે આવ્યું છે. મળતા અહેવાલ પ્રમાણે પંચમહાલના ગોધરા પ્રાંતના બોગસ હુકમથી કરોડોની સરકારી જમીન પચાવી પાડવાનું કૌભાંડ ઝડપાયું છે.
સરકાર હસ્તકની જમીનનો બોગસ હુકમ બનાવવામાં આવ્યો
મળતા અહેવાલ પ્રમાણે પાકિસ્તાન ગયેલી મહિલાના નામવાળી સરકાર હસ્તકની જમીનનો બોગસ હુકમ બનાવવામાં આવ્યો છે.
ચાર ભેજાબાજો સામે ગોધરા મામલતદારે પોલીસ ફરીયાદ નોંધાવી
બોગસ હુકમ આધારે વારસાઈ દાખલ કરાવનાર ચાર ભેજાબાજો સામે ગોધરા મામલતદારે પોલીસ ફરિ યાદ નોંધાવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. જો હિજરતી જમીનનો તપાસ કરવામાં આવે તો અનેક બોગસ હુકમ થી જમીનો પચાવી પાડવાના કૌભાંડનો પર્દાફાશ થાય તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.






