વડાલીમાં લોકોની જાણ બહાર જ બેંક અને ડિમેન્ટ એકાઉન્ટ ખુલ્યાનું કૌભાંડ, પોલીસે હાથઘરી તપાસ
સાબરકાંઠા: વડાલીમાં લોકોની જાણ બહાર જ બેંક અને ડિમેન્ટ એકાઉન્ટ ખુલ્યાનું કૌભાં

સાબરકાંઠા: વડાલીમાં લોકોની જાણ બહાર જ બેંક અને ડિમેન્ટ એકાઉન્ટ ખુલ્યાનું કૌભાંડ સામે આવ્યું છે. વર્ષ 2016માં નોટબંધી દરમિયાન 100થી વધુ લોકોની જાણ બહાર બચત તેમજ ડિમેટ એકાઉન્ટ ખોલી લાખોના વ્યવહાર કરવામાંઆવ્યા હોવાનો ઘટસ્ફોટ થયો છે.
અમદાવાદની વિવિધ બેન્કોમાં ખુલ્યા ખાતા
વડાલીમાં લોકોની જાણ બહાર જ બેંક અને ડિમેન્ટ એકાઉન્ટ ખુલ્યાનું કૌભાંડ સામે આવ્યું છે. જેમાં અમદાવાદની વિવિધ બેન્કોમાં ખાતાધારકોની સંમતિ વગર બેંક એકાઉન્ટ ખુલ્યા હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે 45 લોકોએ વડાલી પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. બેંક લોન લેવા જતા સમગ્ર કેસનો ભાંડાફોડ થયો હતો. બજાર કિંમત કરતા ઓછી કિંમતે પાનકાર્ડ કાઢી આપવાના નામે છેતરપિંડી આચરવામાં આવી છે. પીડિતોની અરજી બાદ વડાલી પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.




