ચોટીલા હાઈવે પર ગેસના બાટલાનું ડાયવર્ઝન કરવાનું કૌભાંડ ઝડપાયું, લાખોનો મુદ્દામાલ કરાયો જપ્ત
ગુજરાત રાજ્યના ચોટીલા હાઇવે પરથી ગેસના બાટલા ડાયવર્ઝન કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. પ્રાથમિ

ગુજરાત રાજ્યના ચોટીલા હાઇવે પરથી ગેસના બાટલા ડાયવર્ઝન કરવાનું કૌભાંડ ઝડપાયું હતું. પ્રાથમિક અહેવાલ પ્રમાણે ગેસના બાટલાનું અન્ય શહેરમાં ડાયવર્ઝન કરવાનું કૌભાંડ ઝડપાયું છે. જપ્ત કરાયેલ જથ્થો રિલાયંસ પેટ્રો માર્કેટિંગ રાજકોટના મેટોડાથી લોડીંગ કરવામાં આવ્યો હતો.
ટ્રકને ઝડપીને સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું
રિલાયન્સ કંપનીના કોમર્શિયલ LPG બાટલા ભરેલા ટ્રકને ઝડપીને સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યું છે. LPG ગેસનું ડાયવર્ઝન કરી અનઅધિકૃત વહન કરતા ઝડપાયું છે, પ્રાથમિક અહેવાલ અનુસાર ગોંડલના રીબડાના બદલે સાયલા જતા LPG નું ડાયવર્ઝનનું કૌભાંડ સાથે અન અધિકૃત વહન તંત્ર ના હાથે ઝડપાતા માલિક સામે કરવામાં આવી છે.




