મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સુરેન્દ્રનગરમાં તંત્ર સામે સરપંચઓએ માંડ્યો મોરચો, પીવાના પાણી મુદ્દે નોંધાવ્યો વિરોધ

રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીમાં સુ

સુરેન્દ્રનગરમાં તંત્ર સામે સરપંચઓએ માંડ્યો મોરચો, પીવાના પાણી મુદ્દે નોંધાવ્યો વિરોધ

રાજ્યમાં ગરમીનો પારો સતત વધતો જઈ રહ્યો છે. કાળઝાળ ગરમીમાં સુરેન્દ્રનગરના ગામોમાં પીવાના પાણીના ફાંફાં પડી રહ્યા છે. જેને લઈને 15 ગામના સરપંચો દ્વારા નિષ્ઠુર તંત્ર સામે મોરચો માંડ્યો છે. તમામ સરપંચે એકત્રિત થઈ પીવાના પાણી મુદ્દે નોંધાવ્યો વિરોધ.

ગરમીમાં લોકોને પીવાના પાણી માટે વલખાં

ધકધકતી ગરમીમાં સુરેન્દ્રનગરના ગામોને પીવાના પાણી માટે વલખાં. પીવાના પાણી સમસ્યાઓ મુદ્દે સુરેન્દ્રનગર જિલ્લાના 15 ગામોના સરપંચોએ તંત્ર સામે નોંધાવ્યો વિરોધ. સુરેન્દ્રનગરમાં ખોડું ખાતે પાણીના પ્રશ્નને લઈને સરપંચો થયા એકત્રિત. મોટા અંકેવાળીયા, ગુજરવદી, રામપરા, કળમાદ, રૂપાવટી, વેળાવદર, ખોડું, રાળવળીયાવદર અને રાયગઢ ગામોના સરપંચોએ વિરોધ નોંધાવ્યો હતો. છેલ્લા 45 દિવસથી તંત્રને, ધારાસભ્યને અને અધિકારીઓને પીવાના પાણી માટે રજૂઆતો કરવામાં આવે છે. કેટ કેટલી રજૂઆતો છતાં કુંભકરણની નિંદ્રામાં સૂતા તંત્ર સામે સરપંચોએ નોંધાવ્યો વિરોધ. 

સરપંચોએ આંદોલન કરવાની આપી ચિમકી

ગામડાંના લોકો ગરમીમાં પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે જેને લઈને સરપંચઓએ વિરોધ નોંધાવતા કહ્યું, "પીવાનું પાણી ન મળતા અમારા ઘરે લોકોના ટોળા આવે છે, ઘરમાં રહેવું કે ન રહેવું એ સવાલ ઉભો થાય છે. નલ સે જલ યોજના પાછળ કરોડોનો ખર્ચ પણ નળ ખોલો તો હવા આવે એવી પરિસ્થિતિ છે." પાણી સમસ્યા મુદ્દે 15 ગામોના સરપંચો લડી લેવાના મૂડમાં જોવા મળ્યા છે. 5 દિવસમાં પીવાના પાણીની સમસ્યાઓનું નિરાકરણ નહીં થાય તો સરપંચો દ્વારા આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે.

આ સમાચાર શેર કરો