મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાણંદ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપ્યું, 2 લોકોની ધરપકડ

અમદાવાદ : સાણંદ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાણંદના અણદેજ ગામમાં આ

સાણંદ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપ્યું, 2 લોકોની ધરપકડ

અમદાવાદ : સાણંદ પોલીસે ફાર્મ હાઉસમાં ચાલતું કોલ સેન્ટર ઝડપી પાડ્યું છે. સાણંદના અણદેજ ગામમાં આવલા ફાર્મ હાઉસ પર પોલીસના દરોડા પાડવામાં આવ્યા હતા.

હારુન વાઘેલા નામનો શખ્સ તેના ફાર્મ હાઉસમાં કોલ સેન્ટર ચલાવતો હતો. તારીક સૈયદ અને અશફાક કાઝી નામના વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે. આ કોલ સેન્ટર દ્વારા અમેરિકન નાગરિકોને લોનની લાલચ આપી છેતરપિંડી કરવામાં આવતી હતી. પોલીસે દરોડા પાડી લેપટોપ, રાઉટર, મોબાઈલ અને કાર સહિત ૨.૭૪ લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે. જો કે મુખ્ય આરોપી ફાર્મ હાઉસ માલિક હારૂન વાઘેલા ફરાર થઇ ગયો છે. સમગ્ર મામલે સાણંદ પોલીસે ગુન્હો નોંધી તપાસ હાથ ધરી છે.

આ સમાચાર શેર કરો