ડાંગમાં થર્ટી ફર્સ્ટે યોજાયું સંત સંમેલન, પરંપરાગત ભજનોના તાલે ઝૂમ્યા યુવાઓ
દેશ અને દુનિયામાં અંગ્રેજી કેલેન્ડરના આખરી દિવસ એટલે કે 31 ડિસેમ્બરના રોજ ર

દેશ અને દુનિયામાં અંગ્રેજી કેલેન્ડરના આખરી દિવસ એટલે કે 31 ડિસેમ્બરના રોજ રાત્રિના સમયે લોકો ડાન્સ પાર્ટી સાથે ઉજવણી કરતા હોય છે. ત્યારે ડાંગ જિલ્લાના વૈદેહી સંસ્કૃતિ ધામ ખાતે સંત સંમેલનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જ્યાં સાધ્વી યશોદા દીદીએ આજના દિવસે સનાતન ધર્મને ઉજાગર કરતા પરંપરાગત ભજનોની રંગત માણવા માટેનો એક કાર્યક્રમ આયોજીત કર્યો હતો.
51 મંડળીઓએ ભાગ લીધો
ડાંગ જિલ્લામાંથી 51 જેટલી ભજન મંડળીઓએ ભાગ લીધો હતો. એક તરફ દેશમાં પશ્ચિમી સંસ્કૃતિના અવલોકન સાથે નવા વર્ષની ઉજવણી ચાલતી હોય છે. ત્યાં યશોદા દીદીના જણાવ્યા મુજબ હિન્દૂ સનાતન ધર્મ અનુસાર નવું વર્ષ ચૈતર મહિનામાં આવે છે. અહિંયા લોકો પ્રકૃતિની પૂજા કરનારા સનાતન સંસ્કૃતિને માનનારા છે જેઓ રસ્તો ભૂલી ગયા છે. જેમને પોતાની સંસ્કૃતિ યાદ કરાવવા માટે બે દિવસનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.
વિકૃતિ તરફ વળતા અટકાવવા પ્રયાસ
સાધ્વી યથોદા દીદીએ કહ્યું કે, પશ્ચમિ સંસ્કૃતિમાં આપણા લોકો ભાન ભૂલીને નાચી ગાઈને વિકૃતિ તરફ વળતાં હોય છે. ત્યારે આજના કાર્યક્રમથી લોકો પોતાના ધર્મને જાણે અને આનંદ માણે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સનાતન ધર્મને ઉજાગર કરવા તથા યુવા પેઢી જાણી અને માણી શકે તેવો પ્રયાસ કરાયો છે.








