Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / સુરત : Washers went on strike, clothes started forming in homes

સુરતમાં ધોબીઓ ઉતર્યા હડતાળ પર, નવા વર્ષે જ કામકાજથી અળગાં રહેતા ઘરોમાં થવા લાગ્યા કપડાંના ઢગલાં

Timeછેલ્લું અપડેટ : 01 Jan 2025
લાઇવ ટીવીGoogle News
સુરતમાં ધોબીઓ ઉતર્યા હડતાળ પર, નવા વર્ષે જ કામકાજથી અળગાં રહેતા ઘરોમાં થવા લાગ્યા કપડાંના ઢગલાં

સરકારી કર્મચારીઓ, રાજકારણીઓ, સાધુ-સંતોને હડતાળ પર બેઠાં જોયા છે, પરંતુ ક્યારેય સાંભળ્યું છે કે ધોબીઓ હડતાળ પર ઉતર્યા હોય. આવું સુરતમાં બન્યું છે. સુરતમાં ધોબી-લોન્ડ્રી એસોસિએશને 5 દિવસની હડતાળનું એલાન કર્યું છે. સુરતના ધોબી-લોન્ડ્રી એસોસિએશને તા. 30 ડિસેમ્બર 2024થી 3 જાન્યુઆરી 2025 દરમિયાન હડતાળનું એલાન કર્યું છે.

App Store

આ પણ વાંચોઃ સુરતની AMNS કંપનીમાં બ્લાસ્ટ સાથે લાગી આગ, મૃતકના પરિવારે કહ્યું- અમારાથી દુર્ઘટના છૂપાવવા કરાયો પ્રયાસ

ઘરોમાં થવા લાગ્યો કપડાનો ઢગલો

ધોબીઓએ તા. 30 ડિસેમ્બરને સોમવારથી જ કામકાજ બંધ કરી દીધા છે. દુકાનો પર શટર પાડી દીધાં છે અને ઘરે-ઘરે જઈ ઈસ્ત્રી માટેના કપડાં ઉપાડવાનું બંધ કરી દીધું છે, જેના લીધે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. ઈસ્ત્રી માટેના કપડાંનો ઘરોમાં ઢગલો થવા માંડ્યો છે, પરંતુ ધોબી બિલકુલ ટસના મસ થઈ રહ્યાં નથી.

મજૂરીના દર વધારવાની માગ

ધોબી-લોન્ડ્રી એસોસિએશનના સૂત્રોએ કહ્યું કે, મોંઘવારીના કારણે ધોબીઓએ હડતાળ પાડવાની ફરજ પડી છે. કારીગરો વેતનમાં વધારો કરવાની માંગણી કરી રહ્યાં છે. લોન્ડ્રી માલિકોને પણ હાલની મજૂરીમાં પોષાતું નથી. વીજળીના સતત વધતા બિલ પર હેરાન કરી રહ્યાં છે. ઉપરાંત મોંઘવારીના લીધે જીવન નિર્વાહ ચલાવવો મુશ્કેલ બન્યો હોય મજૂરીના દર વધે તે હેતુથી હડતાળ પાડવાનું નક્કી કરાયું છે. ધોબી-લોન્ડ્રી એસોસિએશન સુરતના નેજા હેઠળ શહેરના ધોબીઓએ હડતાળ પાડી છે.