મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

પાટણનો બાળ તસ્કરીનો મામલો, સાંઈકૃપા હોસ્પિટલના કર્મચારીએ જન્મની કરી હતી ખોટી એન્ટ્રી

પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવી માહિતી સામે આવી છે. બાળકના જન્મના દાખલા મુદ્દે પોલીસે રાધનપુર નગરપાલિક

પાટણનો બાળ તસ્કરીનો મામલો, સાંઈકૃપા હોસ્પિટલના કર્મચારીએ જન્મની કરી હતી ખોટી એન્ટ્રી

પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવી માહિતી સામે આવી છે. બાળકના જન્મના દાખલા મુદ્દે પોલીસે રાધનપુર નગરપાલિકા અને સાંઈ  કૃપા હોસ્પિટલની તપાસ કરી હતી. પોલીસે  નગરપાલિકાના જન્મ-મરણ શાખા અને સાંઈ કૃપા હોસ્પિટલમાંથી જરૂરી ડેટા એકત્ર કર્યા હતા.

 હોસ્પિટલના કર્મચારી અમરત ચૌધરીની પોલીસે અટકાયત કરી

સાંઈ કૃપા હોસ્પિટલના કર્મચારી અમરત ચૌધરીની પોલીસે અટકાયત કરી સઘન પૂછપરછ હાથ ધરી હતી. સાંઈ કૃપા હોસ્પિટલમાં મેનેજમેન્ટ કરનાર  અમરત ચૌધરીએ હોસ્પિટલના રેકોર્ડમાં બાળકના જન્મની ખોટી એન્ટ્રી કરી હતી.

આ પણ વાંચો: ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ડો.સંજય પટોળીયા પોલીસ સકંજામાં, અત્યાર સુધી 7 આરોપીઓ ઝડપાયા

હોસ્પિટલમાં કરાયેલી ખોટી એન્ટ્રીને આધારે પ્રમાણપત્ર

હોસ્પિટલમાં કરાયેલી ખોટી એન્ટ્રીને આધારે સુરેશ ઠાકોરે નગરપાલિકામાંથી જન્મનું પ્રમાણપત્ર મેળવી આપ્યું હતું. જન્મના પ્રમાણપત્રને લઈને SOG પોલીસે હોસ્પિટલના બે શંકાસ્પદ કર્મચારીઓને  પૂછપરછ હાથ ધરી હતી

આ સમાચાર શેર કરો