અમદાવાદ: સાબરમતી પાર્સલ બ્લાસ્ટના મુખ્ય આરોપીની ધરપકડ, બે બોમ્બ-હથિયાર અને કારતૂસ મળ્યા
અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી છે

અમદાવાદના સાબરમતી વિસ્તારમાંથી પાર્સલ બ્લાસ્ટની ઘટનામાં મુખ્ય આરોપી રૂપેણ બારોટ અને રોહનની ધરપકડ કરવામાં આવી છે. ત્રાગડ વિસ્તારમાંથી બન્ને આરોપીઓની ક્રેટા કારમાંથી ધરપકડ કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી બે બોમ્બ, હથિયાર અને કારતૂસ પણ મળી આ્યા છે. ઝોન-2 LCBની ટીમે આ આરોપીઓને ઝડપીને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીના ઘરમાં સર્ચ ઓપરેશન દરમિયાન બોમ્બ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી રૂપેણ બારોટના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી હતી. આ સિવાય ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા હતા. રૂપેણ બારોટ બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે. રૂપેણ બારોટે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની શક્યતા છે.
સાબરમતી બ્લાસ્ટ મામલે મુખ્ય આરોપી રૂપેણ બારોટના ઘરમાંથી દેશી બોમ્બ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. ઘરમાંથી પોલીસને બોમ્બ બનાવવા માટે નાઇટ્રેટ, બ્લેડ, છરા, ખિલા, તીક્ષ્ણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી છે. દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યો હતો.
આ પણ વાંચો: અમદાવાદ પાર્સલ બોમ્બના આરોપીના ઘરમાંથી બોમ્બ બનાવવાનું કારખાનું ઝડપાયું, ત્રણ દેશી કટ્ટા મળ્યા
શું હતી ઘટના?
અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં શનિવાર સવારે 10.45 વાગ્યાની આસપાસ એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.








