Skip to main content
કેટેગરી લોડ થઈ રહી છે...
All Categories
  • કેટેગરી લોડ થઈ રહી છે...
હોમ / ગુજરાત / અમદાવાદ : Bomb-making materials found in Ahmedabad parcel bomb accused's house

અમદાવાદ પાર્સલ બોમ્બના આરોપીના ઘરમાંથી બોમ્બ બનાવવાનું કારખાનું ઝડપાયું, ત્રણ દેશી કટ્ટા મળ્યા

Timeછેલ્લું અપડેટ : 21 Dec 2024
લાઇવ ટીવીGoogle News
અમદાવાદ પાર્સલ બોમ્બના આરોપીના ઘરમાંથી બોમ્બ બનાવવાનું કારખાનું ઝડપાયું, ત્રણ દેશી કટ્ટા મળ્યા

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં પાર્સલમાં બોમ્બ ફાટવાની ઘટનામાં નવો ખુલાસો થયો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા આરોપી રૂપેણ બારોટના ઘરે સર્ચ ઓપરેશન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન તેના ઘરમાંથી બોમ્બ બનાવવાની સામગ્રી મળી આવી છે. આ સિવાય ઘરમાંથી ત્રણ દેશી કટ્ટા પણ મળી આવ્યા છે. રૂપેણ બારોટ બુટલેગર હોવાનું જાણવા મળ્યું છે. રૂપેણ બારોટે પોતાના ઘરમાં જ બોમ્બ બનાવ્યો હોવાની શક્યતા છે.

App Store

આરોપીના ઘરમાંથી બોમ્બ બનાવવાનું કારખાનુ ઝડપાયું

સાબરમતી બ્લાસ્ટ મામલે મુખ્ય આરોપી રૂપેણ બારોટના ઘરમાંથી દેશી બોમ્બ બનાવવાનું કારખાનું ઝડપાયું છે. ઘરમાંથી પોલીસને બોમ્બ બનાવવા માટે નાઇટ્રેટ, બ્લેડ, છરા, ખિલા, તીક્ષ્ણ હથિયાર, 12 વોલ્ટની બેટરી મળી આવી છે. દેશી હથિયાર બનાવવાની ગેસ કટર, લેથ મશીન, વેલ્ડિંગ ટૂલ્સનો ઉપયોગ કરી દેશી બોમ્બ બનાવ્યો હતો.

શું હતી ઘટના?

અમદાવાદના સાબરમતી વિસ્તારમાં શિવમ રો હાઉસમાં 10.45 વાગ્યાની આસપાસ એક પાર્સલમાં બ્લાસ્ટ થયો હતો. આ ઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતા જ પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો: VIDEO: અમદાવાદ પાર્સલ બ્લાસ્ટ કેસમાં પોલીસનો મોટો ખુલાસો, જાણો કેવી રીતે બની ઘટના

પોલીસ તપાસમાં આ પાર્સલ બ્લાસ્ટ અંગત અદાવતમાં કરવામાં આવ્યું હોવાનું ખુલ્યું હતું. પોલીસે આ ઘટનામાં એક આરોપીની ધરપકડ કરી છે જ્યારે અન્યની શોધખોળ ચાલુ છે.  ગૌરવ ગઢવી નામનો વ્યક્તિ સાબરમતી વિસ્તારમાં પાર્સલ આપવા આવ્યો હતો. રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાની હકીકત સામે આવી છે. રૂપેણ બારોટના તેના પત્ની સાથે છૂટાછેડા થયા હતા. જે મહિલા સાથે છૂટાછેડા થયા તે મહિલા બળદેવ ભાઇને ભાઇ માનતી હતી. છૂટાછેડાની અદાવત રાખીને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરાવ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે. ગૌરવ અને અન્ય બે લોકોને રૂપેણ બારોટે બ્લાસ્ટ કરવા મોકલ્યા હતા. આ ઘટનામાં કિશોરભાઇ અને બલદેવ સુખડિયા ઇજાગ્રસ્ત થયા હતા.