VIDEO: સાબરકાંઠાઃ ઈડરમાં પ્રેમી યુગલનું અપહરણ કરી તાલીબાની સજા અપાઈ
સોર્સ : GSTV
સાબરકાંઠાના ઈડરમાંથી એક પ્રેમી યુગલનું ખાનગી હોસ્પિટલમાંથી ચપ્પુની અણીએ સાત લોકો દ્વારા બળજબરીપૂર્વક અપહરણ કરાયું હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. અપહરણકારો આ યુગલને વડગામ વિસ્તારમાં લઈ ગયા હતા, જ્યાં યુવકને દોરડાથી બાંધીને ઢોર માર મારવામાં આવ્યો હતો અને તેના માથાના વાળ ઉતારીને ટાલ કરી દેવાઈ હતી. એટલું જ નહીં, યુવકને નપુંસક બનાવવાના બદઈરાદાથી કેળના મૂળનો રસ હોવાનું કહીને બળજબરીપૂર્વક કોઈ પ્રવાહી પીવડાવવામાં આવ્યું હતું. પોતાના જ સમાજમાં મૈત્રી કરાર કરનાર આ યુવક પર નવ લોકોએ અમાનુષી ત્રાસ ગુજાર્યો હતો, જેનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ મામલે પીડિત યુવકે સાબરકાંઠા એસપી અને ઈડર પોલીસને લેખિત ફરિયાદ આપીને કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.

