video: હિંમતનગરમાં ઠેર ઠેર ખાડા, તંત્રની બેદરકારી સામે સ્થાનિકોમાં રોષ
સોર્સ : gstv
સાબરકાંઠાના હિંમતનગરમાં પ્રથમ બે ઇંચ વરસાદે જ તંત્રની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે, જેના કારણે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હિંમતનગરના મુખ્ય એવા બેરણા - ખેડ તસિયા રોડ પર ડ્રેનેજની નબળી કામગીરીને કારણે ઠેર-ઠેર મોટા ભુવા પડી ગયા છે. આ ભુવાઓમાં ટ્રેક્ટર સહિત અનેક ફોર વ્હીલર વાહનો ખાબકતા મોટું નુકસાન થયું છે અને હાલ ક્રેનની મદદથી આ ફસાયેલા વાહનોને બહાર કાઢવામાં આવી રહ્યા છે. હિંમતનગર નગરપાલિકા અને સ્ટેટ હાઈવે ઓથોરિટીની ઘોર બેદરકારીને કારણે વાહનચાલકો તેમજ રાહદારીઓ ભારે પરેશાન થઈ રહ્યા છે. અત્યાર સુધી એસી ઓફિસોમાં મસ્ત રહેલા આળસુ અધિકારીઓ પ્રથમ વરસાદની આ આફત બાદ હવે રસ્તા પર દોડતા થયા છે.

