Sabarkantha news: બાથરૂમમાંથી બહાર આવતા જ કિશોરીને આવ્યો હાર્ટ એટેક, તબીબે મૃત જાહેર કરી

સોર્સ : GSTV
સાબરકાંઠાના હિંમતનગરમાં એક 15 વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર નીકળતાં જ કિશોરી ઢળી પડી મોતને ભેટી હતી. કિશોરીના અકાળે મોતથી પરિવારજન સહિત નગરમાં ગમગીની વ્યાપી ગઈ છે.
હૃદયરોગનો હુમલો આવતા કિશોરી ઢળી પડી
કોરોનાકાળ બાદ યુવાનોમાં પણ હાર્ટ એટેકથી મોત થવાની ઘટનામાં ચોંકાવનારો વધારો નોંધાયો છે, ત્યારે સાબરકાંઠામાં એક 15 વર્ષીય કિશોરીનું હાર્ટ એટેકથી મોત નીપજ્યું છે. હિંમતનગરમાં રહેતી રાજવી દવે નામની કિશોરી બાથરૂમમાંથી સ્નાન કરીને બહાર નીકળતાં જ તેને હૃદયરોગનો હુમલો આવતા તે ઢળી પડી હતી, કિશોરીને તાત્કાલિક પરિવારજનો ખાનગી હોસ્પિટલ લઈ ગયા પણ તબીબે તેણીને મૃત જાહેર કરી હતી. નાની વયે હાર્ટ એટેકથી મોતના સમાચારથી પરિવાર સહિત નગરમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે.

