સાબરકાંઠામાં વરસાદી માહોલ, જાણો કયા તાલુકામાં કેટલી મેઘમહેર?

રાજ્યમાં છેલ્લા એક અઠવાડિયાથી વરસાદી માહોલ જામ્યો છે, મોટાભાગના સ્થળોએ મેઘમહેર થઈ રહી છે, હવામાન વિભાગ દ્વારા પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે, ત્યારે સાબરકાંઠામાં ધોધમાર વરસાદ વરસતા વાતાવરણમા ઠંડક પ્રસરી હતી. સૌથી વધુ ઇડર અને વડાલી તાલુકામાં વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતાં જિલ્લામાં મગફળી સહિતના પાકોને નુકશાન થયું છે.
હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે સાબરકાંઠામાં પણ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ઇડર અને વડાલી તાલુકામાં અનુક્રમે 1.8 અને 2.8 ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ ખાબકતાં જિલ્લામાં મગફળી સહિતના પાકોને નુકશાન થયું છે. જિલ્લાના મોટાભાગના સ્થળોએ મેઘમહેર થઈ હતી. જિલ્લામાં છેલ્લા કેટલાય સમયથી અસહ્ય ઉકળાટથી લોકો કંટાળ્યા હતા, પણ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. માત્ર બે કલાકમાં ખાબકેલા વરસાદથી ઇડર અને વડાલીના રોડ પાણી પાણી થઈ ગયા હતા.

