VIDEO: વરસાદ ખેંચાતા સાબરકાંઠાના ખેડૂતો ચિંતિત, સિંચાઈના પાણીની માંગ
સોર્સ : gstv
સાબરકાંઠા જિલ્લામાં ખેડૂતોએ મોંઘા બિયારણ અને ખાતરનો ઉપયોગ કરી મગફળીમાં વીઘે ૨૫ હજાર અને કપાસમાં ૧૫ હજારનો જંગી ખર્ચ કરીને આગોતરું વાવેતર કર્યું હતું. જોકે, હવે મેઘરાજાએ લાંબો વિરામ લેતા લીલોછમ પાક પાણી વિના મુરઝાઈ રહ્યો છે, જેથી ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. હાથમતી જળાશયની કેનાલો હાલ સૂકીભઠ્ઠ પડી હોવાથી પાકને બચાવવા માટે જગતનો તાત સિંચાઈ વિભાગ પાસે તાત્કાલિક પાણી છોડવાની ઉગ્ર માંગ કરી રહ્યો છે. જો સમયસર પાણી નહીં મળે તો ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવશે.

