VIDEO : પ્રાંતિજ-હરસોલ હાઇવે પર અકસ્માત, કારચાલક ફરાર
સોર્સ : GSTV
સાબરકાંઠાના પ્રાંતિજ-હરસોલ હાઇવે પર વડવાસા ચોકડી નજીક હિટ એન્ડ રનની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક કાર સાથે ટુવ્હીલર ચાલક ધડાકાભેર અથડાતા તેનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. અકસ્માત સર્જ્યા બાદ કારચાલક વાહન સાથે ફરાર થઈ ગયો હતો. પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે બાઇકચાલકને ટક્કર મારનાર કારચાલકની ઓળખ અને તેના કઈ દિશામાં ભાગ્યો તેવી તમામ બાબતે તપાસ હાથ ધરી છે.

