મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સાબરકાંઠા / નરેન્દ્રસિંહ પરમારનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ, અપક્ષ તરીકે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત 

દોઢેક વર્ષ પહેલા શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના પ્રણ

સાબરકાંઠા / નરેન્દ્રસિંહ પરમારનું આમ આદમી પાર્ટીમાંથી રાજીનામુ, અપક્ષ તરીકે લોકસભા ચૂંટણી લડવાની જાહેરાત 

દોઢેક વર્ષ પહેલા શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારે આજે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી સાબરકાંઠા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરી છે.

દોઢેક વર્ષ પહેલા પોલીસ કર્મચારીઓના પ્રશ્નો મુદ્દે શરૂ થયેલા પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર એ આજે અપક્ષ લોકસભા લડવાની જાહેરાત કરી છે. જાદર પોલીસ સ્ટેશનમાંથી તેમની બદલી પોરબંદર થયા બાદ પોલીસ કર્મચારીઓના પ્રશ્નો ઉઠાવવા મામલે તેમને સસ્પેન્ડ કરી દેવાયા હતા. જો કે બાદમાં તેઓ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને આમ આદમી પાર્ટી લોકસભા પ્રભારી તરીકે તેઓ ફરજ બજાવી રહ્યા હતા. આજે પ્રેસ કોન્ફરન્સમાં તેઓએ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપી અપક્ષ ઉમેદવારી નોંધાવાની જાહેરાત કરી હતી.

ઉલ્લેખનીય છે કે નરેન્દ્રસિંહ પરમારના માતાના નામે બનાવેલ જસીબા સેવા ટ્રસ્ટે પણ ગુજરાત ભરમાં લોક સેવા  ક્ષેત્રે એક અનોખી મિસાલ ઊભી કરી છે. ત્યારે નરેન્દ્રસિંહ પરમારે આજે લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરતા સાબરકાંઠા જિલ્લાના રાજકીય વાતાવરણમાં ગરમાવો આવ્યો હતો.

આ સમાચાર શેર કરો