મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

AHMEDABAD : વસ્ત્રાપુરની હોટેલમાં રશિયન યુવતીઓએ CID ક્રાઈમની ટીમ પર કર્યો હુમલો, નોંધાયો ગુનો

Ahmedabad News : અમદાવાદ શહેરના વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટેલમાં બે રશિયન યુવતીઓએ રેડ કરવા અને તપાસ કરવા ગયેલી CI

AHMEDABAD : વસ્ત્રાપુરની હોટેલમાં રશિયન યુવતીઓએ  CID ક્રાઈમની ટીમ પર કર્યો હુમલો, નોંધાયો ગુનો

Ahmedabad News : અમદાવાદ શહેરના  વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટેલમાં બે રશિયન યુવતીઓએ રેડ કરવા અને તપાસ કરવા ગયેલી CID ક્રાઈમની ટીમ પર હુમલો કર્યો હતો. આ યુવતીઓએ હોટેલની લોબીમાં આવી હોબાળો કર્યો હતો જેને કારણે વધુ મહિલા પોલીસ બોલાવવી પડી હતી. 

30 જુલાઈના રોજ રાત્રીના CID ક્રાઈમની ટીમે હોટલ અને સ્પામાં અલગ અલગ 35 જગ્યાએ રેડ કરી હતી. CID ક્રાઈમની ટીમ વસ્ત્રાપુરમાં આવેલી શૈલી હોટેલમાં એક રેકેટ અંગે રેડ કરવા અને તપાસ કરવા પહોચી હતી. આ રેકેટમાં આ બે યુવતીઓ પણ સામેલ હતી. આ યુવતીઓને  CID ક્રાઈમની ટીમ સાક્ષી તરીકે અને ભોગ બનનાર રજૂ કરવાની હતી જેને કારણે તેમના ડોક્યુમેન્ટ માંગતા આ બંને યુવતીઓએ પહેલા હોટેલનો રૂમનો દરવાજો અંદરથી બંધ કરી દીધો હતો. 

બાદમાં બહાર લોબીમાં અને રીસેપ્શન પાસે આવીને  CID ક્રાઈમ પીઆઈ જે.વી.રાઠોડ અને સ્ટાફ પર હુમલો કર્યો હતો. જેને કારણે વધુ મહિલા પોલીસ બોલાવી આ બંને યુવતીઓને કાબુમાં કરવામાં આવી હતી. આ બંને યુવતીઓ પર  CID ક્રાઈમની ટીમ પર હુમલો કરવા અંગે ફરિયાદ નોંધવામાં આવી છે. 

આ સમાચાર શેર કરો