મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

સંખેડામાં CCIની કપાસની લે-વેચ માટે દોડધામ, APMCના સબયાર્ડની જગ્યાએ જીનમાં થાય છે ખરીદી

સંખેડા એપીએમસીનું સબયાર્ડ કલેડીયા ખાતે આવેલું છે.સબયાર્ડમાં વિશાળ ગ્રાઉન્ડ છે. કલેડીયામાં ચા

સંખેડામાં CCIની કપાસની લે-વેચ માટે દોડધામ, APMCના સબયાર્ડની જગ્યાએ જીનમાં થાય છે ખરીદી

સંખેડા એપીએમસીનું સબયાર્ડ કલેડીયા ખાતે આવેલું છે.સબયાર્ડમાં વિશાળ ગ્રાઉન્ડ છે. કલેડીયામાં ચાર જેટલી કપાસની જીનો આવેલી છે. જયારે ત્રણ કપાસની જીનોમાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી કરવામાં આવે છે. પરંતુ સીસીઆઇના એક જ અધિકારી કપાસની ખરીદી અલગ અલગ જીનોમાં જઈને કરે છે. ત્યારે ખેડૂતોને કપાસની જીનોમાં અધિકારીની રાહ જોઈને બેસવું પડે છે. જયારે આ જ અધિકારી નસવાડી ખાતે કપાસની જીનમાં સીસીઆઇ દ્વારા કરવામાં આવતી ખરીદીમાં મુખ્ય અધિકારી છે. આમ બે તાલુકામાં એક જ અધિકારી હોવાથી ચાર જેટલી જીનોમાં બે તાલુકામાં સીસીઆઇ દ્વારા કપાસની ખરીદી કરે છે.

આ પણ વાંચોઃ Video: સુરતની હોટલમાં થાઈલેન્ડની સુવિધા, દેહવ્યાપાર કરતી 7 વિદેશી લલના ગ્રાહકો સાથે ઝડપાઈ

ખેડૂતો દૂર દૂરથી કપાસ લાવે છે

કલેડીયા સબયાર્ડમાં એક જ જગ્યા ઉપર એપીએમસી દ્વારા કપાસની ખરીદી માટે વ્યવસ્થા ઉભી કરવી જોઈએ. કારણ કે, સીસીઆઇ કપાસની ખરીદી કરે છે. તેની શેષ ફી માર્કેટ યાર્ડને મળે છે. જયારે એક જ અધિકારીને એક જ જગ્યા ઉપર કપાસની ખરીદી કરવામાં વિલંબ પણ ના થાય તેમજ એપીએમસીમાં ખેડૂતોને તમામ સુવિધાઓ મળી રહે ખેડૂતો દૂર દૂરથી કપાસ લઈને આવે છે. ત્યારે પીવાના પાણીની સુવિધા શૌચક્રિયા માટેની સુવિધા એપીએમસીઓમાં મળી રહે અને આ વ્યવસ્થાઓ એપીએમસીને ખેડૂતો માટે ઉભી કરવાની હોય છે.

કપાસની આવક વધવાના સંકેત

હાલ તો ખેડૂતો કલેડીયા ખાતે સીધા કપાસની જીનોમાં કપાસ વેચવા માટે જાય છે. ત્યારે તેઓને કોઈ સુવિધા જીનોમાં મળતી નથી. સીસીઆઇ પાસે ખેડૂતોને સુવિધા આપવા માટે કોઈ ગ્રાન્ટ હોતી નથી. એપીએમસીના સત્તાવાળાઓ લાખો રૂપિયા શેષ ફી સીસીઆઇ પાસેથી વસુલે છે. ત્યારે એપીએમસી એ ખેડૂતો માટે હરાજી એપીએમસીમાં થાય તે માટે પ્રયત્નો કરવા જોઈએ. જેનાથી સીસીઆઇના અધિકારીઓને પણ રાહત રહે. હાલ એક જ અધિકારી બે તાલુકામાં ખરીદી કરતા હોવાથી સમય પણ વધારે જાય છે. આગામી દિવસોમાં કપાસની આવકો વધવાના સંકેત છે. ત્યારે આ અધિકારીની હાલત કફોડી બને તે પહેલા કલેડીયા સબયાર્ડમાં ખરીદી શરુ કરવામાં આવે તો ખેડૂતોને રાહત રહે તેમ છે. 

આ સમાચાર શેર કરો