Video: સુરતની હોટલમાં થાઈલેન્ડની સુવિધા, દેહવ્યાપાર કરતી 7 વિદેશી લલના ગ્રાહકો સાથે ઝડપાઈ
સુરતમાં સ્પાથી લઈને હોટલમાં કૂટણખાનાઓ ધમધમી રહ્યાં છે. ત્યારે ઉતરાણ વિસ્તારમાં આવેલી પનવેલ હોટલમાં દેહવ્યાપાર ચાલતો હોવાની પોલીસને બાતમી મળી હતી. જેના આધારે રેડ કરવામાં આવી હતી. રેડ દરમિયાન શરીર સુખ માટે આવનારા નવ ગ્રાહકો ઝડપાયા હતાં. રેડ દરમિયાન થાઈલેન્ડની 7 યુવતી ઝડપાઈ હતી. છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં દેહવેપાર ચાલતો હતો. પાકી બાતમીના આધારે ઉત્રાણ પોલીસ સ્ટેશન દ્વારા તમામને ઝડપી પાડવામાં આવ્યાં હતાં. હાલ લલનાઓને મુક્ત કરાવીને સમગ્ર કૌભાંડ આચરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.
આ પણ વાંચોઃ સુરતમાં ધો.5ની વિદ્યાર્થિની સાથે લાઈબ્રેરિયને કર્યા અડપલાં, ગૂડ ટચ-બેડ ટચથી ફૂટ્યો ભાંડો

