મુખ્ય સામગ્રી પર જાઓ
ગુજરાત

રાજકોટ: ક્ષત્રિય સમાજના નેતા અને લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે રૂપાલાની બેઠક, રાજકીય સોગઠા ગોઠવાયા

ગુજરાત લોકસભાની પરશોત્તમ રૂપાલાને લઈ રાજકોટ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર

રાજકોટ: ક્ષત્રિય સમાજના નેતા અને લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે રૂપાલાની બેઠક, રાજકીય સોગઠા ગોઠવાયા

ગુજરાત લોકસભાની  પરશોત્તમ રૂપાલાને લઈ રાજકોટ લોકસભા બેઠક પર સૌ કોઈની નજર છે.પરશોત્તમ રૂપાલાએ કરેલી ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજ નારાજ છે તેની વચ્ચે પરશોત્તમ રૂપાલાએ લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી હતી.

પાટીદાર અગ્રણીઓ ઉપરાત ક્ષત્રિય સમાજના નેતાઓ પણ ઉપસ્થિત

પાટીદાર ઉદ્યોગપતિઓ અને વેપારી અગ્રણીઓ સાથે બેઠક યોજી હતી. જાણીતા ઉદ્યોગપતિ અને બાલાજી વેફર્સના માલિક ચંદુભાઈ વિરાણીના ઘરે બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં વિઠ્ઠલભાઈ ધડુક, વલ્લભભાઈ સંતાણી, દુષ્યંતભાઈ ટીલાળા, આકાશ વેકરીયા અને પરેશ ગજેરા સહિતના અનેક ઉદ્યોગપતિઓ ઉપસ્થિત રહ્યા હતા.

પરશોત્તમ રૂપાલાએ લેઉવા પાટીદાર અગ્રણીઓ સાથે બેઠક કરી

બેઠકમાં પાટીદાર અગ્રણીઓ ઉપરાત ક્ષત્રિય સમાજના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.જેમાં વાંકાનેરના રાજવી અને સાંસદ કેસરીદેવસિંહ ઝાલા અને રાજકોટ લોધીકા સંઘના ચેરમેન નરેન્દ્રસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા.

રૂપાલા, પાટીદાર અગ્રણીઓ અને ક્ષત્રિય નેતાઓએ એક સાથે ભોજન પણ લીધું

બેઠકમાં લોકસભા ચૂંટણીને લઈ ચર્ચા કરવામાં આવી હતી.રાજકોટ બેઠક પર પરશોત્તમ રૂપાલાની ટક્કર કોંગ્રેસ ઉમેદવાર પરેશ ધાનાણી સામે થવાની છે. રૂપાલા, પાટીદાર અગ્રણીઓ અને ક્ષત્રિય નેતાઓએ એક સાથે ભોજન પણ લીધું  હતું.

આ સમાચાર શેર કરો